લાઇસર્જીક
એસિડ ડાય-ઇથાઇલેમાઇડ (એલ.એસ.ડી.) તરીકે ઓળખાતો આ નશીલો પદાર્થ બેશુદ્ધિ
માટેની દવા શોધતાં શોધતાં આકસ્મિક જ એની નશાકારક અસર માટે મળી ગયો! માત્ર
૨૦ માઇક્રોગ્રામ જેટલો એલ.એસ.ડી. માનસિક અને શારીરિક અસરો કરવા સક્ષમ છે. એ
ખાવાથી મનમાં ચિત્ર-વિચિત્ર વિચારો આવે કે દ્દશ્યો દેખાય એવું બને છે.
''મૂડમાં ખૂબ મોટા ફેરફારો થાય અને જાતજાતની કલ્પનાઓમાં વ્યક્તિ વિહરવા
લાગે છે. ચિત્ર-વિચિત્ર રંગો દેખાય અને સંગીત સંભળાય છે. આ ઉપરાંત, હ્રદયના
ધબકારા વધી જાય, બ્લડપ્રેશર વધી જાય, કીકી પહોળી થઇ જાય, ધ્રુજારી આવે અને
તાવ આવે એવું બને છે.
મોં વાટે એલ.એસ.ડી. લીધા પછી અડધો કલાકમાં અસર દેખાય છે, બે-ત્રણ કલાકમાં
મહત્તમ અસર દેખાય છે અને ૧૨ થી ૧૮ કલાક પછી અસરો નાબૂદ થાય છે. વારંવાર આ
નશીલો પદાર્થ લેવાથી એની અસર ઘટવા લાગે છે અને નશો મેળવવા વધુ ને વધુ ડોઝ
વાપરવો પડે છે. આ દવા લાંબો સમય લીધા પછી અચાનક બંધ કરી નાંખવાથી કોઇ ખાસ
આડઅસર થતી નથી.
કયારેક એલ.એસ.ડી. લેવાથી ખૂબ જ ચંતાનો અનુભવ થાય છે. જાણે કંઇક
ચોરી કરી હોય કે ગુનો કર્યો હોય અને જે ધ્રાસ્કો પડે એવો અનુભવ કેટલાકને
થાય છે. લાંબો સમય આ નશાનું સેવન કરનાર માનસિક સંતુલન ખોઇ બેસે છે,
યાદશક્તિ નોંધપાત્ર પ્રમાણમાં ઘટી જાય છે. નિર્ણયક્ષમતા અને પ્રશ્નો હલ
કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે. નશો બંધ કર્યા પછી પણ ઘણીવાર ફરી પાછો નશીલી
હાલતમાં થયેલ અનુભવ (ફલેશ બેક) થાય છે. વાંરવાર આવું થાય તો દર્દી ગાંડો થઇ
જાય છે અને આપઘાત પણ કરી બેસે છે. ગર્ભસ્થ બાળકને આ પદાર્થ નુકસાન
પહોંચાડે છે.
આ નશો કોઇ જાતની દવા કે સારવાર વગર જાતે જ પ્રયત્ન કરીને સહેલાઇથી છોડી શકાય છે.