ડો. કેતન નરેન્દ્ર ઝવેરી(Dr. Ketan Narendra Jhaveri)નો જન્મ ૧૯૬૭ની ચોવીસમી જાન્યુઆરીએ ભાવનગરમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણનાં પ્રથમ બે વર્ષ ભાવનગર પાસેના સણોસરા ગામમાં લોકભારતી સંસ્થા ખાતે અને ત્યાર પછી બધુ શાળાકીય શિક્ષણ સુરતની જીવનભારતી શાળામાં થયું. તેમણે સુરતના સરકારી તબીબી મહાવિદ્યાલયમાંથી એમ.બી.બી.એસ.ની પદવી અને એમ.ડી.(જનરલ મેડિસિન)ની પદવી મેળવી. ઇ.સ.૧૯૯૫થી તેઓ ભણશાળી ટ્રસ્ટ , ડીસામાં ફુલ-ટાઇમ ફિઝિશ્યન અને મેડીકલ સુપ્રીન્ટેન્ડન્ટ તરીકે જોડાયા. હાલમાં જીવનશૈલી સાથે સંકળાયેલ રોગોને અટકાવવા માટે સુરતમાં તેમના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવનશૈલી ક્લિનિકમાં તેઓ ફુલ-ટાઇમ ફિઝિશ્યન અને મેડિકલ ડિરેકટર તરીકે સેવા આપે છે. આરોગ્ય શિક્ષણના ઊંડા રસને કારણે તેમણે ઈ.સ.૧૯૮૯થી જ આરોગ્યલક્ષી લેખો અને કોલમ લખવાની શરૂઆત કરી. 'ગુજરાતમિત્ર'; 'રખેવાળ'; 'મધ્યાંતર સંચાર'; 'મુંબઇ સમાચાર'; 'સમભાવ' વગેરે અનેક વર્તમાનપત્રોમાં એમની આરોગ્યની કોલમ તથા લેખો છપાય છે. 'આપણું સ્વાસ્થ્ય' અને 'વિજ્ઞાનદર્શન' સામાયિકમાં પણ તેમના લેખ પ્રસિદ્ધ થાય છે.
ડો. કેતન ઝવેરીનાં નીચે જણાવેલ પુસ્તકો અને પુસ્તિકાઓ પ્રગટ થઇ છે -
આમાંના મોટાભાગનાં પુસ્તકો jivanshaili.in વેબસાઈટ ઉપર વિનામુલ્યે લોકો માટે મુકવામાં આવ્યા છે.
પત્રવ્યવહાર નું સરનામું: જીવનશૈલી ક્લિનિક, ૧/૫૪૧, સીદ્દીક મહોલ્લો, ટીમલીયાવાડ, નાનપુરા, સુરત. ૩૯૫ ૦૦૧ ગુજરાત, ભારત. |
Postal Address: Jivanshaili Clinic, 1/541, Siddik Street, Timaliyawad, Nanpura, Surat. 395 001 Gujarat, India. |