તમારા આખા દિવસની પ્રવૃત્તિઓમાંથી શારીરિક સક્રિયતા માટે સમય ફાળવવાનું આયોજન નાના પાયે મનોમન કરો.
શારીરિક સક્રિયતાના ફાયદાઓ અને બેઠાડું જીવનનાં ગેરફાયદાઓ અંગે જાણકારી મેળવી લો.
વધુ વિચારો કરવાને બદલે તેમજ દિવસે જયારે ફુરસદ મળે ત્યારે બેસી રહેવાને બદલે ચાલવાનું કે અન્ય શારીરિક પ્રવૃત્તિ કરવાનું શરૂ કરી દો.
શારીરિક પ્રવૃત્તિ ધીમે ધીમે શરૂ કરો અને પછી એનો સમય અને તીવ્રતા વધારતાં જાઓ.
ઘરમાં, ઓફીસમાં, શાળામાં તેમજ રમત-ગમતમાં શારીરિક સક્રિયતા વધારવા માટે ગંભીરતાપૂર્વક વિચારો.
દરેક નાની નાની શારીરિક પ્રવૃત્તિ તમારી કુલ દૈનિક શારીરિક પ્રવૃત્તિ વધારીને તમારા સ્વાસ્થ્યને ફાયદો કરી શકે એટલે નાનામાં નાની શારીરિક સક્રિયતાની તકને ગણતરીમાં લઇ કદી આળસમાં એ તક ગૂમાવશો નહીં.
શારીરિક સક્રિયતા માટેની પ્રવૃત્તિ શરૂ કરવા માટે તમે કદી ખૂબ નાના કે ખૂબ મોટા નથી હોતા.
શારીરિક પ્રવૃત્તિ કરવા માટે ખૂબ ખર્ચો કરીને કોઇ કલબમાં જવુ જરૂરી નથી. સાદામાં સાદી ચાલવાની પ્રવૃત્તિ કોઇ જાતના ખર્ચ વગર અને કયારેક તો પેટ્રોલ, રિક્ષા કે બસનો ખર્ચ બચાવીને થઇ શકે છે.
અનેક જાતની શારીરિક પ્રવૃત્તિમાંથી તમે તમારી મનપસંદ પ્રવૃત્તિથી શરૂઆત કરી શકો. જેમાંથી આનંદ મળતો હોય એવી પ્રવૃત્તિ જ કરો.
શારીરિક પ્રવૃત્તિઓ તમે એકલાં, કુટુંબના બધા સભ્યો સાથે અથવા મિત્રો સાથે મળીને કરી શકો.
શારીરિક પ્રવૃત્તિ કરતાં જુથ, વર્ગ કે અન્ય સમુહમાં પણ તમે જોડાઇને એનો આનંદ મેળવી શકો.
નિયમિત કસરત કરનાર મિત્રની સાથે જોડાઇ જાવ.