આ
પ્રવૃત્તિઓ કરતી વખતે શરીરના કોષોને વધારે ઓક્સિજનની જરૂર પડે છે. જે પૂરો
પાડવા માટે હ્રદય-ફેફસા અને રૂધિરાભિસણતંત્રએ ઝડપથી કામ કરવું પડે છે.
ઓક્સિજનની વધારાની જરૂરિયાત સંતોષવા માટે ઝડપથી કામ કરવાની તાલીમ
હ્રદય-ફેફસાના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. નીચે જણાવેલ
પ્રવૃત્તિઓ હ્રદય અને ફેફસાને મજબૂત બનાવી શકે છે.
- ચાલવું
- બાગકામ કરવું
- સાઇકલ ચલાવવી
- સ્કેટિંગ કરવું
- નાચવું/ગરબા કરવા
- ટેનિસ, ક્રિકેટ, ખો-ખો જેવી રમતો રમવી
- વ્હીલચેરને હાથથી ચલાવવી
સલામત રીતે આ બધી પ્રવૃત્તિ કરવા માટે,
-શરૂઆતમા ધીમે ધીમે, ઓછા સમય સુધી કસરત કરવી
-કસરતની શરૂઆતમાં વોર્મઅપ અને અંતમાં કૂલ ડાઉન માટે પાંચ-પાંચ મિનિટનો સમય રાખવો.
-સારા પગરખા પહેરો, જે વાગતા ન હોય અને પગને બરાબર આધાર આપતાં હોય.
-ઋતુ પ્રમાણે શરીરને અનુકૂળ હોય એવાં કપડાં પહેરો.
-સાઇકલીંગ કે સ્કેટિંગ કરતી વખતે હેલ્મેટ પહેરો. પડવાની શક્યતાવાળી
પ્રવૃત્તિ કરતી વખતે ઘૂંટણ, કોણી અને કાંડાને ઇજાથી બચાવે એવા પટ્ટા પહેરી
રાખો.
આ
પ્રકારની પ્રવૃત્તિઓથી સ્નાયુઓનું હલન-ચલન સહેલાઇથી થાય છે. સ્નાયુઓ શિથિલ
અને સાંધાઓ ગતિશીલ રહે એ પ્રકારની કસરતો લચીલાપણું વધારવામાં ઉપયોગી થાય
છે. મોટી ઉંમરે પણ જીવનની ગુણવત્તા અને સ્વાતં#ય જાળવી રાખવા માટે આ
પ્ર્રકારની પ્રવૃત્તિઓ ઉપયોગી છે. નીચે જણાવેલ પ્રવૃત્તિઓ શરીરનું
લચીલાપણું વધારી શકે છે.
- યોગાસન
- નૃત્ય
- બાગકામ
- પોતુ કરવું
- સ્નાયુઓને ખેંચાણ આપતી કસરતો કરવી
- કરાટે- કૂંગ ફૂ
- સૂર્ય નમસ્કાર
સલામત રીતે સ્નાયુઓને ખેંચાણ આપવાની પ્રવૃત્તિ માટે ,
-પહેલાં ચાલવાની કે હ્રદય-ફેફસાને કસરત આપવાની પ્રવૃત્તિ કર્યા બાદ જ સ્નાયુને ખેંચાણ આપવાની પ્રવૃત્તિ કરવી જોઇએ.
-દરેક પ્રવૃત્તિ ધીમે ધીમે અને ઝાટકા માર્યા વગર કરો.
-આ પ્રકારની પ્રવૃત્તિ કરતી વખતે શ્વાસને રોકી ન રાખો. દરેક પ્રકારનું ખેંચાણ સાહજિક, દર્દહીન અને આરામદાયક લાગવું જોઇએ.
-વિવિધ આસનોની તાલિમ યોગ્ય યોગ-શિક્ષક પાસેથી મેળવી લો.
જ્યારે
સ્નાયુ અને હાડકાઓને કોઇ પણ પ્રકારના ખેંચાણ કે અવરોધની વિરુદ્ધ દિશામાં
કામ કરવવામાં આવે ત્યારે એની મજબૂતી વધે છે. મોટી ઉંમરે હાડકા નબળા પડવાની
તકલીફ થતી અટકાવવા માટે આવી પ્રવૃત્તિ જરૂરી છે. નીચે જણાવેલ પ્રવૃત્તિઓ
સ્નાયુ અને હાડકાની મજબૂતી વધારી શકે છે.
- વજન ઉંચકીને હર-ફર કરવી
- દાદર ચઢવા
- દોરડા કૂદવા
- દંડ-બેઠક કરવી
- વેઇટ લીફટીંગ
સલામત રીતે આ પ્રવૃત્તિ કરવા માટે,
-શરૂઆતમાં હ્રદય-ફેફસાની કસરત; પછી સ્નાયુઓના ખેંચાણની કસરત અને છેલ્લે સ્નાયુ મજબૂત બનાવવાની કસરત કરવી જોઇએ.
- કમ્મર, પીઠ અને અન્ય સાંધાઓને વજનથી સ્થય અન્ય કારણોસર ઇજા ન થાય એની કાળજી રાખવી
- રોજ રોજ કરવાને બદલે એકાતંરે આવી પ્રવૃત્તિ કરવી
- જાણકાર નિષ્ણાતના માર્ગદશન હેઠળકસરત કરવી.