આખા શરીરની કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે.
નિયમિત કસરત કરવાથી અકાળ મૃત્યુની શકયતામાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
હ્રદયની લોહી પંપીંગની ક્ષમતામાં વધારો થાય છે અને હ્રદયને લોહી પહોંચાડતી
નવી નવી ધમનીઓ વિકસે છે જેથી એક ધમનીના અવરોધ સમયે કુદરતી રીતે જ બીજી ધમની
બાયપાસ તરીકે કામ આપે.
કસરત શરીરમાં ચરબી ઉપર અસર કરે છે કે જેથી ધમનીઓ સાંકડી થતી
(એથેરોસ્કલેરોસિસ થતો અટકી જાય કે ઘીમી પડી જાય છે, પરિણામે હ્રદયરોગ થવાની
અને હાર્ટએટેકથી મૃત્યુ થવાની શકયતા ઘટે છે. કસરતનો ફાયદો જયાં સુધી કસરત
ચાલુ હોય ત્યાં સુધી જ મળે છે.
કસરતને કારણે ઓછા ઇન્સ્યુલિને લોહીનાં ગ્લુકોઝ પર નિયંત્રણ આવી શકે છે અને ડાયાબીટીસ થવાની શકયતા ઘટે છે.
કસરતને કારણે સ્નાયુઓ ઉપરાંત હાડકાં અને સાંધાની મજબૂતી પણ વધે છે.
નિયમિત કસરત કમરનાં દુખાવાને થતા જ અટકાવે છે અને દુખતી કમરને રાહત આપે છે.
નિયમિત કસરત કરનાર વ્યક્તિનું સરેરાશ વજન તંદુરસ્ત વજનની મર્યાદામાં જળવાઇ રહે છે.
હાઇબ્લડપ્રેશર થતુ જ અટકાવવામાં અને વધી ગયેલ બ્લડપ્રેશરને કાબૂમાં રાખવામાં સહાય મળે છે.
નિયમિત કસરત કરનારાઓને આંતરડાનું કેન્સર (અને કદાચ, સ્તન-કેન્સર પણી થવાની શકયતા ખૂબ ઘટી જાય છે.
વૃદ્ધ વ્યક્તિના શરીરનું સંતુલન જાળવવામાં અને હરફર ચાલુ રાખવામાં કસરત ખૂબ ઉપયોગી થાય છે.
જો તરૂણાવસ્થાથી કસરત કરવાની ટેવ પાડવામાં આવે તો, તમાકુ જેવી કુટેવ થવાની શકયતા ઓછી હોય છે.
શારીરિક સક્રિય બાળકો શાળાની પરિક્ષામાં વધુ સારો દેખાવ કરી શકે છે.
નાનપણથી શારીરિક શ્રમ મળે એવી જુથ રમતોમાં રમવાથી બાળકમાં સામાજિક ગુણો નો સારો વિકાસ થાય છે.
નાનપણથી શારીરિક શ્રમ મળે એવી કસરત કરવાથી કે રમત રમવાથી કસરતની એક કાયમી ટેવ પડે છે જે મોટી ઊંમરે ખૂબ ઉપયોગી થાય છે.
નિયમિત કસરતને કારણે ઘણા લોકો ચિંતા અને હતાશા , ડિપ્રેશની માંથી મુક્ત થઇ શકે છે.
કસરતથી આત્મવિશ્વાસ વધતો જાય છે.
મનની શાંતિ અને પ્રફુલિતતા જળવાઇ રહે છે અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.