સ્વસ્થ આહાર

9. એન્ટિ-ઓકિસડન્ટ

શરીરના કોષો, પેશીઓ અને અંગોને ઉંમર વધવાની સાથે રોજિંદુ નુકસાન થયા કરતું હોય છે. શરીરને રોજેરોજ ઘસારો પહોંચાડવાનું કે નુકસાન કરવાનું કામ, મુખ્યતત્વે 'ફ્રી રેડીકલ્સ તરીકે ઓળખાતાં તત્વો કરે છે. આ 'ફ્રી રેડીકલ્સ શરીરના બંધારણમાં રહેલ ચરબી, પ્રોટીન કે કાર્બોહાઇડ્રેટને ઓકિસડેશનની પ્રક્રિયા દ્વારા નુકસાન પહોંચાડે છે. જે રીતે લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા ઓકિસડેશનને કારણે થાય છે. એ જ રીતે શરીરના બંધારણને ઘસારો પહોંચાડવાની પ્રક્રિયામાં પણ ઓકિસડેશન અગત્યનો ભાગ ભજવે છે. શરીરમાં ચરબીના ઘટકોનું ઓકિસડેશન થવાથી વૃધ્ધાવસ્થા, હ્રદયરોગ અને કેન્સર જેવી તકલીફો ઉદભવે છે.

શરીરનીઅંદર ઓકિસડેશન કરીનેનુકસાન પહોંચાડતાં તતત્વોને નુકસાન કરતાં અટકાવવાનું અગત્યનું કામ એન્ટિ-ઓકિસડન્ટ તતત્વો કરે છે. એન્ટિ-ઓકિસડન્ટ તતત્વોની યાદી ખૂબ મોટી છે પરંતુ એમાંથી કેટલાંક જાણીતાં તતત્વોનાં નામ નીચે લખ્યા છે.

(૧) પોલી ફીનોલીક કમ્પાઉન્ડ : ફલેવોનોઇડ્સ (ફલેવોન્સ, આઇસો ફલેવોન્સ, ફલેવેનોન્સ, ચલ્કોન્સ વગેરે); સીનામીક એસિડ; કૌમેરીન વગેરે.
(૨) કેરોટિનોઈડ્સ: બીટા કેરોટિન (જેમાંથી વિટામિન 'એ મળે છે.); લ્યુટિન અને ઝીયાઝેન્થીન; લાઇકેપીન
(૩) વિટામિન્સ : વિટામિન 'સી (એસ્કો(ર્બક એસિડ) અને વિટામિન 'ઇ (ટોકોફેરોલ) (૪) ખનીજ તતત્વો : સેલેનિયમ, મેંગેનીઝ, ઝીંક, કોપર, લોહ તતત્વ.

    1. એન્ટિ-ઓકિસડન્ટ ધરાવતા ખાદ્ય-પદાર્થો

    2. જુદા જુદા ખાદ્ય-પદાર્થની કુલ એન્ટિઓકિસડન્ટ શક્તિ