સ્વસ્થ આહાર

2. ખોરાકનાં મુખ્ય ઘટકો

ખોરાકનાં મુખ્ય ઘટક એવા કાર્બોહાઇડ્રેટ, ચરબી અને પ્રોટીનમાંથી 'શક્તિ મળે છે જેને કેલરીમાં માપવામાં આવે છે. પ્રોટીનનું મુખ્ય કામ શક્તિ આપવાનું નથી પરંતુ શરીરનું બંધારણ બનાવવાનું છે. આ સિવાયનાં બધાં ઘટકો (વિટામિન, ક્ષાર વગેરે) શક્તિ નથી આપતાં પરંતુ શરીરમાં અવિરતપણે ચાલતી ચયાપચયની પ્રક્રિયા માટે અને શરીરને રોગોથી બચાવવા માટે ખૂબ જરૂરી છે. શક્તિ આપનાર ઘટકોનો અસરકારક વપરાશ થાય એ માટે અને શરીરની અનેક દેહધાર્મક પ્રક્રિયાઓ માટે વિટામિન, ક્ષાર, ધાતુઓ વગેરે જરૂરી છે. ઘણા બધા ઉત્સેચકો માત્ર અમુક ક્ષાર-ધાતુ કે વિટામિનની હાજરીમાં જ કામ કરે છે. આંતરડાના સામાન્ય કામકાજ માટે તેમજ શુગર તથા કોલેસ્ટેરોલના ધીમા પાચન માટે રેસા ખૂબ ઊપયોગી છે. એન્ટિ-ઓકિસડન્ટ તતત્વો શરીરને રોજેરોજ પડતા ઘસારા (ઓકિસડેશન)માંથી બચાવે છે.

દરેક માણસના ખોરાકમાં નીચેના ઘટકોનું સમતોલ પ્રમાણ હોવું જરૂરી છે.

જૂથ રાસાયણિક નામ ખોરાકના ઉદાહરણ
મુખ્યતત્વે શક્તિ આપનાર કાર્બોહાઇડ્રેટ અનાજ -- ઘઉ, ચોખા, જુવાર, બાજરી વગેરે
કંદ -- બટાકા, શક્કરીયા વગેરે.
શર્કરા -- ખાંડ, સાકર, ગોળ, મધ વગેરે
ચરબી તેલ, ઘી, માખણ, મલાઇ વગેરે
મુખ્યતત્વે શરીર બાંધનાર પ્રોટીન દૂધ અને તેની બનાવટો -- દૂધ, દહીં, પનીર, માવો વગેરે.
કઠોળ-તૈલીબિયાં -- દાળ, ચણા, મગ, વાલ, મગફળી, તલ, સોયાબીન વગેરે.

મુખ્યતત્વે રોગપ્રતિકાર,પાચન અને ચયાપચયમાં ઉપયોગી

ધાતુતતત્વો(મિનરલ્સ) ફળો
ક્ષાર લીલા પાનવાળી ભાજી
વિટામિન અન્ય શાક
એન્ટિ-ઓકિસડન્ટ આખા ધાન્ય અને કઠોળ (ખાસ બહારનું પડ)
રેસા