ઘણા લોકો સાથે ખોરાકના પરિવર્તન અંગે ચર્ચા થાય ત્યારે સૌથી પહેલો જવાબ મળે
છે કે ''હું તો સાવ 'સાદો ખોરાક ખાઉં છું અથવા ''હું તો 'નોર્મલ ઘરમાં જે
બને તે જ ખાઉં છું. બહારનું કંઇ નથી ખાતો. નીચેના કોષ્ટકમાં એક નમૂનારૂપ
કહેવાતો 'સાદો ખોરાક - એમાંથી મળતી શક્તિ, કાબોહાઇડ્રેટ (શર્કરા), પ્રોટીન,
ચરબી, વગેરે સાથે રજૂ કર્યો છે.
ખોરાકમાંથી મળતી બધી શક્તિ માત્ર ત્રણ જ ઘટક સ્વરૂપે હોય છે -
કાર્બોહાઇડ્રેટ (શર્કરા), પ્રોટીન અને ચરબી. એક ગ્રામ કાર્બોહાઇડ્રેટ અથવા
એક ગ્રામ પ્રોટીનમાંથી ચાર કિ.કેલરી શક્તિ મળે છે. જયારે એક ગ્રામ
ચરબીમાંથી નવ કિ.કેલરી શક્તિ મળે છે, સારી તંદુરસ્તી જાળવવા માટે કુલ
શક્તિના ૭૦ થી ૭૫% કાર્બોહાઇડ્રેટમાંથી; ૧૦ થી ૨૦% ચરબીમાંથી અને ૧૦ થી ૧૫%
પ્રોટીનમાંથી મળવી જોઇએ. અહીં ખાસ ધ્યાન રાખવું કે આ શક્તિના ટકા(%) છે
વજનનાં નહીં. એટલે, ૨૪૦૦ કિ.કેલરીમાંથી ૧૮૦૦ કિ.કેલરી કાબોહાઇડ્રેટમાંથી,
૨૪૦ કિ.કેલરી પ્રોટીનમાંથી અને ૩૬૦ કિ.કેલરી ચરબીમાંથી મળવી જોઇએ. એટલે કે
ખોરાકમાં (૧૮૦૦ ભાગ્યા ૪=) ૪૫૦ ગ્રામ કાર્બોહાઇડ્રેટ, (૨૪૦ ભાગ્યા ૪=) ૬૦
ગ્રામ પ્રોટીન અને (૩૬૦ ભાગ્યા ૯=) ૪૦ ગ્રામ ચરબી હોવી જોઇએ.
નીચેનું કોષ્ટક સ્પષ્ટપણે દર્શાવે છે કે, આ ''સાદા ખોરાકમાં ચરબીનું પ્રમાણ
જરૂરિયાત કરતાં ઘણું વધારે છે. જો સાદા દૂધમાં ચા બનાવવામાં આવે,
ખાખરા-ભાખરી-રોટલી વગેરે પર સાધારણ ઘી ચોપડવામાં આવે તો કુલ શક્તિમાંથી ૩૯%
શક્તિ માત્ર ચરબી જ પૂરી પાડે. જો દૂધ મલાઇ કાઢેલું વાપરવામાં આવે, ખાખરા,
કે ભાતમાં ઘી ન નાખવામાં આવે; (રોટલી પર હોય) તો કુલ શક્તિના ૩૦% શક્તિ
ચરબીમાંથી મળે.
આ ખોરાકમાં કયાંય તળેલી વસ્તુઓ નથી, મીઠાઇ નથી, સાદું દૂધ પણ નથી (ચા છે)
અને છતાં આટલી બધી ચરબીથી ભરપૂર આ ખોરાક છે! તળેલી વસ્તુમાં વજનના ૨૦ થી
૩૦% ચરબી હોય છે અને એટલે ૪૦ થી ૬૦% શક્તિ (કેલરી) માત્ર ચરબીમાંથી મળે
એવું બને છે. માવા - મલાઇ - ઘીની મીઠાઇઓમાં પણ ચરબીનું પ્રમાણ ખૂબ વધારે
હોય છે. પરંતુ, મોટાભાગના લોકોને ખબર હોય છે કે આ ખોરાક ચરબીયુકત છે ઘણા
લોકો એનાથી દૂર રહેવા પ્રયત્ન કરે છે કે ગભરાઇને ખાય છે. લોકોના ધ્યાનમાં જ
નથી એ હકીકત અહીં કોષ્ટકમાં સ્પષ્ટપણે બતાવી છે કે કહેવાતો સાદો ખોરાક
પુષ્કળ ચરબી ધરાવે છે અને નુકસાન કરે છે.
ખોરાક |
શક્તિ (કિ.કેલરી) |
પ્રોટીન (ગ્રામ) |
કાર્બો- હાઇડ્રેટ (ગ્રામ) |
ચરબી (ગ્રામ) |
સવારનો ચા - નાસ્તો |
|
|
|
|
૧ કપ ચા (તાજું દૂધ-૭૫મિ.લિ.,ખાંડ-૫ ગ્રામ,પાણી-૭૫મિ.લિ.) |
.૧ |
૩.૨ |
૮.૮ |
૪.૯ |
૨ ખાખરા (૧ ખાખરામાં : ઘઉંનો લોટ-૧૪ ગ્રામ, ઘી-૪ ગ્રામ) |
૧૬૮.૮ |
૩.૩ |
૨૦ |
૮.૪ |
બપોરનું ભોજન |
|
|
|
|
૪ રોટલી (૧ રોટલીમાં: ઘઉંનો લોટ-૧૪ ગ્રા.મ, ઘી - ૨ ગ્રામ ) |
૨૬૫.૬ |
૬.૬ |
૪૦ |
૮.૮ |
૧ વાટકી દાળ (તુવેરની દાળ-૧૫ગ્રામ, તેલ-૧ગ્રામ, બાકી પાણી) |
૫૮.૪ |
૩.૩ |
૮.૬ |
૧.૨ |
૧ વાટકી ભાત (ચોખા-૩૪ ગ્રામ, પાણી-૭૨મિ.લિ., ઘી-૫ ગ્રામ) |
૧૬૦.૮ |
૨.૨ |
૨૬.૩ |
૫.૨ |
૧ વાટકી શાક (૧૦૦ ગ્રામ) (ભીંડા-૧૭૦ ગ્રામ, તેલ-૧૦ ગ્રામ) |
૧૬૦.૩ |
૩.૯ |
૧૨.૧ |
૧૦.૭ |
સાંજનો ચા -નાસ્તા ે |
|
|
|
|
૧ કપ ચા (તાજું દૂધ-૭૫મિ.લિ.,ખાંડ-૫ ગ્રામ,પાણી-૭૫મિ.લિ.) |
૯૨.૧ |
૩.૨ |
૮.૮ |
૪.૯ |
૨ ખાખરા (૧ ખાખરામાં : ઘઉંનો લોટ-૧૪ ગ્રામ, ઘી-૪ ગ્રામ) |
૧૬૮.૮ |
૩.૩ |
૨૦ |
૮.૪ |
૧ ફળ (૧૦૦ ગ્રામ ) |
૭૮.૪ |
૧.૧ |
૧૭.૬ |
૦.૪ |
રાતનું ભોજન |
|
|
|
|
૩ ભાખરી (૧ ભાખરીમાં: ઘઉંનો લોટ-૩૫ગ્રામ, તેલ-૫ગ્રામ, ઘી-૨ ગ્રામ, પાણી - ૧૦ મિ.લિ.) |
૫૫૨.૧ |
૧૨.૪ |
૭૫ |
૨૨.૫ |
૧ વાટકી શાક (૧૦૦ ગ્રામ) (કોબી-૧૨૦ ગ , તેલ-૭.૫ ગ્રામ) |
૯૯.૨ |
૨.૨ |
૫.૫ |
૭.૬ |
કુલ |
૧,૮૯૬.૬ |
૪૪.૭ |
૨૪૨.૭ |
૮૩ |
કુલ શક્તિની ટકાવારી |
૧૦૦ |
૯.૪૩ |
૫૧.૧૯ |
૩૯.૩૯ |
|
કિ.કેલરી |
પ્રોટીન |
કાર્બોહાઇડ્રેટ |
ચરબી |
કુલ |
૧,૬૩૯.૯૨ |
૪૪.૬૯ |
૨૪૨.૭૧ |
૫૪.૪૮ |
કુલ શક્તિની ટકાવારી |
૧૦૦ |
૧૦.૯ |
૫૯.૨ |
૨૯.૯ |