મચકોડ અને મુઢ મારથી સોજો

જયારે હાથ-પગનાં સાંધાઓ, પડી જવાથી કે મરડવાથી, ખેંચાઇ જાય ત્યારે મચકોડ (સ્પ્રેઇન) થયો કહેવાય છે.

ઘૂંટીના સાંધાના મચકોડના સૌથી વધુ કિસ્સા બને છે. મચકોડ આમ, તો સાવ સામાન્ય મામુલી ઇજા છે. પણ ઘણી વાર વાગ્યા પછી દુ:ખતા ભાગમાં મચકોડ છે કે ફ્રેકચર એ નક્કી કરવાનું મુશ્કેલ થઇ જાય છે. જો દુ:ખાવો મુખ્યત્ત્વે સાંધાની આસપાસ હોય તો મચકોડ હોવાની શકયતા વધારે હોય છે. જયારે હાંડકા પરનો દુ:ખાવો ફ્રેકચરની શકયતા તરફ આંગળી ચીંધે છે. દર વખતે ઇજા ને કારણે મચકોડ થયો છે કે ફ્રેકચર એ નકકી નથી થઇ શકતું. આવે વખતે તે ફ્રેકચર જ છે એમ માનીને ફ્રેકચર પ્રમાણે જ સારવાર કરવી. ડૉક્ટર પાસે જઇ એમની સલાહ મુજબ એક્સ-રે કરાવી લેવો. જો થયેલી ઇજા મચકોડ જ છે એવૃું નકકી થઇ શકયું હોય તો નીચે મુજબ પ્રાથમિક સારવાર કરવી:

() ઇજા પામેલ અંગનું બિલકુલ હલનચલન થવાં દેવું નહીં.

() ઇજા પામેલ અંગને ઊંચો અને સ્થિર રાખવો.

() મચકોડવાળા ભાગને ઠંડા પાણીમાં બોળવો કે બરફ ઘસવો. બરફ સતત દસ મિનિટથી વધુ સમય લગાવવો નહીં, કારણ કે સતત લાંબો સમય બરફ લગાવવાથી આડઅસર પણ થઇ શકે છે. બરફ અને ચામડી વચ્ચે પાતળો ટુવાલ કે કપડું રાખવું. ગરમ શેક કરવો નહીં.

() એ ભાગનું હલનચલન અટકાવવા માટે એ ભાગ પર પાટો બાંધી દેવો. સોજાને કારણે પાટો જો બહુ ટાઇટ થઇ જાય તો ફરીથી ખોલીને પાછો બાંધવો.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર