Disclaimer (અસ્વીકારક):

આ પુસ્તિકામાં લખેલાં ઉપાયો અને અન્ય દવાઓ ડૉક્ટરની સેવા મળે ત્યાં સુધી જ કામચલાઉ ધોરણે દર્દીની સ્થિતિ વધુ બગડતી અટકાવવાના હેતુથી દર્દીના ભલા માટે આપેલ છે. રોગોની સારવાર અને દવાઓ નવા નવા સંશોધનો મુજબ બદલાતી રહે છે, માટે માત્ર આ જ એપ ને પ્રમાણભૂત માની લેવી જરૂરી નથી.આ એપ માં અાપેલી જાણકારી અધુરી, જુની કે ભૂલવાળી હોઇ શકે છે. આ એપમાં લખેલ માહિતિને આધારે પ્રાથમિક સારવાર કરવાથી ફાયદો ન થાય કે નુકસાન થાય તો એની કોઇ જવાબદારી લેખક, વેબસાઇટ કે એપ બનાવાનારની રહેશે નહીં. કોઇ જાણકાર પાસે તાલીમ લેવી અને જાણકારના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક સારવાર આપવી વધુ ઊચિત છે. પ્રાથમિક સારવાર એ કંઇ ડોકટરી સારવારનો વિકલ્પ નથી. પરંતુ ડૉક્ટરની ગેરહાજરીમાં કામચલાઉ રાહત આપવાની અને જીવ બચાવવાની સારવાર છે. કદી કોઇ એપ કે પુસ્તક ડૉક્ટરનુ સ્થાન લઇ ન શકે અને માત્ર પુસ્તક વાંચીને ડૉક્ટર ન થઇ શકાય એ વાત સુજ્ઞ વાચક ધ્યાનમાં રાખે એ ખૂબ જરૂરી છે.