દર્દીને ખસેડવાની રીતો
ગંભીર ઈજાઓ અને બેભાનાવસ્થામાં દર્દીની તબીબી સારવાર માટે અથવા સલામત જગ્યાએ ખસેડવાની ક્રિયા ઘણી કાળજી, સુઝબુઝ અને કાર્યકુુશળતા માંગી લે છે. ફ્રેક્ચર, ખડી ગયેલા સાંધા, કચડાયેલ અંગ વગેરેના દર્દીને ઈજાગ્રસ્ત અંગ સ્થિર રાખીને ખસેડવો પડે. બેભાન, શૉકની ગંભીર સ્થિતિવાળા, ગભરાયેલ, વગેરે દર્દીને સૂતેલી હાલતમાં ખસેડવા પડે. દર્દી બાળક હોય તો તેને સહેલાઈથી ઊંચકી શકાય પણ મોટી વ્યક્તિને ઊંચકતા ઘણી જહેમત પડે છે. વળી દર્દીને અકસ્માતના સ્થળેથી ખસેડીને જે વાહનમાં દવાખાને લઈ જવાય તે વાહનની પસંદગી પણ વ્યવસ્થિત કરેલી હોવી જોઈએ. જેથી દર્દીને વાહનમાં નહિવત આંચકા લાગે અને દર્દી આરામદાયક સ્થિતિમાં મુસાફરી કરી શકે. અવ્યવસ્થિત અને બેકાળજીભર્યું ખસેડવાથી દર્દીની ઇજા વધુ બગડી શકે છે.
ખરેખર તો દરેક ગંભીર હાલતવાળા અને હાલીચાલીના શકે તેવા દર્દીને સ્ટ્રેચરમાં જ ખસેડવો જોઇએ. દરેક જગ્યાએ સ્ટેચર હાથવગું ના હોઇ શકે. આટલા માટે હંગામી ધોરણે કામચલાઉ સ્ટેચર કેવી રીતે બનાવવુ તેની જાણકારી રાખવી જોઇએ.
(૧) બે મજબુત લાકડી કે સળીયાઓ વચ્ચે ચાદર કે કંતાન અથવા ધાબળો બેવડો વીંટીને ટાંકણી કે પિનો વડે જોડી શકાય.
(૨) પહેરવાના કોટને ઉલટાવીને તેની બાંયોમાં બે લાકડી ભેરવી બટનો બંધ કરવા અને પછી વચ્ચે દર્દીને સુવાડવો.
(૩) પહોળું પાટિયું કે વજનમાં હલકો દરવાજો પણ સમય પડયે વાપરી શકાય.
(૧) દર્દી ભાનમાં હોય અને ચાલી શકે તેવી સ્થિતિમાં હોય તો ઉંચકનારે ઇજાગ્રસ્ત બાજુએ ઉભા રહીને દર્દીને કમ્મરેથી ટેકો આપવો અને દર્દીનો પોતા તરફનો હાથ ઉંચકનારના ખભે વીંટાળીને બીજા હાથ વડે પકડી રાખવો
(૨) જો દર્દી બેભાન હોય કે ચાલી શકે તેવી સ્થિતિમાં ના હોય તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંબાવાળાની જેમ ખભા પર ઉંચકી શકાય.
(૧) આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે એક વ્યક્તિએ દર્દીની બગલમાં હાથ ભેરવી તેની છાતી પર અંકોડા ભેરવવા અને બીજી વ્યક્તિએ દર્દીના ઘૂંટણ પોતાની કોણીમાં ભેરવી હાથ એક બીજા સાથે પકડીને રાખવા.
(૨) આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે હાથની બેઠક બનાવી શકાય. તે માટે દર્દીની જમણી બાજુએ ઉંચકનારનો જમણો હાથ અને દર્દીની ડાબી બાજુએ ઉચકનારનો ડાબો હાથ એક બીજા સાથે વચ્ચે રૂ ની ગાદી મૂકીને પકડાય. તેના ઊપર દર્દીને બેસાડાય. પછી ઊંચકનારાઓ બાકીના છૂટ્ટા હાથ વડે દર્દીને પીઠ પર ટેકો આપીને ખસેડી શકે છે. દર્દી પોતાના બન્ને હાથ વડે ઊંચકનારાઓના ખભા પકડીને સમતોલન જાળવી શકે છે.
(૩)આકૃતિમાં દર્શાવ્યા પ્ર્રમાણે એક ઊંચકનાર જમણા હાથથી બીજા ઊંચકનારનું ડાબુ કાંડુ પકડીને ચાર હાથની બેઠક બનાવે અને પછી તેના પર દર્દીને બેસાડી ખસેડી શકાય છે. દર્દી ઉંચકનારને જરૂર પ્રમાણે પકડી શકે છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્ર્રમાણે દર્દીને માથા, ગરદન, ખભા, પીઠ, કમ્મર-નિતંબ, ઘૂંટણ અને પગના પંજા પર ટેકો આપીને ખસેડી શકાય. આવી રીતે ખસેડવાની જરૂર ખાસ તો બેભાન અથવા કરોડના કે સાથળના હાડકાંના ફ્રેકચરવાળા દર્દીને ખસેડતી વખતે પડે છે.