ઊલટીમાં થતો રક્તસ્રાવ

¤ લોહીની ઊલટીઓ દર્દી અને સગાઓને ગભરાવી મૂકે છે અને ગભરામણને કારણે દર્દી શૉકની ગંભીર સ્થિતિમાં વહેલો જતો રહે છે. તેને સાંત્વના અને ધરપત આપવાનું ભુલવું નહીં.

¤ આવા દર્દીને આરામદાયક સ્થિતિમાં સુવડાવી રાખવો અને મોં વાટે બરફના ટુકડાઓ સિવાય કંઇ પણ ન આપવું.

¤ ઊલટી વાટે નીકળેલું બધું જ પ્રવાહી કોઇ વાસણમાં સાચવીને રાખવું જેથી ડેાકટર આવે ત્યારે તેને બતાડવાથી કેટલું લોહી નીકળ્યૂં છે તેનો સાચો ખ્યાલ આવે. માત્ર આશરે આટલું લોહી નીકળ્યું હશે તેવી અટકણો કરવાથી કંઇ વધુ મતલબ સરતો નથી. મોટેભાગે આવી આશરે મોઢે મોઢે કરેલી ગણતરી પ્રમાણે હકીકત કરતાં વધુ જ રક્તસ્રાવની ગણતરી થાય.

¤ તાત્કાલિક તબીબી સારવાર મેળવવી.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર