પથરી

જયારે ખોરાકમાં અમુક ક્ષારોનું પ્રમાણ વધારે હોય અને કયારેક પાણી ઓછું પીવાય ત્યારે કિડનીમાં ક્ષારનું પ્રમાણ વધી જવાથી પથરી બનવાની શરૂઆત થાય છે. ધીમે ધીમે વધુને વધુ ક્ષાર જમા થાય અને પથરી મોટી થયા કરે. જયાં સુધી પથરી કિડનીમાં હોય ત્યાં સુધી દુ:ખાવો થતો નથી, પરંતુ મૂત્રવાહીની કે મૂત્રાશયમાં પહોચે કે ગમે ત્યાં એનું સ્થાન બદલાય ત્યારે અસહ્ય દુ:ખાવો થાય છે. ઘણીવાર કમ્મરના પાછળના ભાગથી માંડીને જાંઘના મૂળ સુધી દુ:ખાવો જાય છે.

પથરીની સારવાર : (૧) ખૂબ પાણી પીવું (રોજના ૧૦ - ૧૨ મોટાં ગ્લાસ ભરીને). (૨) દુ:ખાવો થતો હોય ત્યારે દુ:ખાવો બંધ કરવા માટે દર્દશામક અને ચુંકનાશક દવાઓ લેવી.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર