નાકમાંથી લોહી નીકળવાના મુખ્ય કારણોમાં સૌથી વધુ જોવા મળતું કારણ છે તે નાક ખોતરવાની ક્રિયા્ર. આ સિવાય અતિશય પરિષ્નમ, નાકમાં ચેપ, લોહીમાંથી ત્રકકણો કે અન્ય લોહી ગંઠાવામા મદદ કરનાર તત્ત્વો ઘટી જાય ત્યારે, નાકમાં મસા અથવા ચાંદુ, લોહીનું વધુ દબાણ ( બ્લડ પ્રેશર) વગેરે.
¤ દર્દીને ચક્કર ના આવતા હોય તો તેને સુવડાવો નહીં પણ બેસેલી હાલતમાં ખુલ્લી બારી કે હવા સામે માથું સહેજ નીચે નમાવીને રાખવું. માથું વધુ નમાવવું નહીં બાકી લોહી અંદર નાકમાં જમા થયા કરશે.
¤ તેની ગરદન અને છાતીના કપડાં ઢીલાં કરવાં
¤ નાકને નસીકવું નહીં.
¤ દર્દીએ મોંથી શ્વાસ લેવો; નાક વાટે નહીં.
¤ નાકને આંગળી અને અંગુઠાથી ૧૦ મિનિટ સુધી દાબેલું રાખવું, લોહી વહયા કરે તો વધારે વખત દબાવવું.
¤ જો દર્દીને ચક્કર આવતા હોય તો ઉપર મુજબની પ્રક્રિયા ઊંધા સુવડાવીને કરવી.
¤ નાક દબાવ્યા છતાં લોહી અટકે નહીં તો ચોખ્ખો પાટો કે રૂમાલનો છેડો ભીનો કરીને અથવા વેસેલીન લગાવીને નાકમાં અંદર નાખીને ઉપરથી નાક દબાવવું અને દર્દીને તાત્કાલિક ડેાકટર પાસે લઇ જવો.
¤ લોહી વહેવાનું બંધ થઇ જાય તો પછી દર્દીને બે-ત્રણ કલાક સુધી નાક નસીકવાની, દોડવા-કૂદવાની, જોરથી ઉધરસ ખાવાની કે હસવાની મનાઇ ફરમાવવી.
¤ નાકમાં પોપડી કે ગુંગા કાઢતા વારંવાર લોહી નીકળતું હોય તો નાકમાં અંદર બાજુ આંગળીથી વેસેલીન અથવા ઘી ચોપડવું. જેથી તે સુકાય નહીં. સૂકી પોપડીઓ ઉખાડવી નહીં.
¤ ક્યારેક લોહી નાકમાં પાછળના ભાગે નીકળે અને તે મોં વાટે દેખાય. તે દર્દીને આગલા દાંત વચ્ચે કોઇ વસ્તુ પકડાવી દેવી ( જેમ કે નાનો લાકડાનો ટુકડો; બાટલીનું બુચ). આથી લોહી મોં વાટે બહાર નીકળશે અને દર્દી થૂક ગળશે નહીં. આમ લોહીને ગંઠાવાનો મોકો બરાબર મળશે.