આંખ આવવી :

ઘણા લોકોને આંખમાં ચીપડા બાઝે, આંખની પાંપણ ચોંટી જાય, આંખ લાલ થઇ જાય, દુ:ખે વગેરે તકલીફો જોવા મળે છે. આનુ કારણ બેકટેરિયાનો ચેપ હોય છે.

જેને આંખ આવી હોય એ દર્દીએ પોતાની આંખ વારંવાર ઠંડા ચોખ્ખા પાણીથી ધોવી જોઇએ. આંખમાં એન્ટીબાયોટિક ટીપાં નાખવા. પહેલાં દિવસે દર બે કલાકે અને પછીના દિવસથી દર છ કલાકે દરેક આંખમાં એક ટીપું નાંખતા રહેવું જોઇએ. રાત્રે સૂતી વખતે એન્ટીબાયોટિક મલમ આંજીને સૂઇ જવું.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર