હેડકી

હેડકી આમ તો મોટાં ભાગે બહુ હેરાન ન કરે અને થોડીવારમાં મટી જાય જેમકે બહુ તીખું ખવાઇ જાય ત્યારે હેડકી ઉપડે તેને પાણી પીને બેસાડી શકાય. કયારેક જોરદાર હેડકી ઉપડે જે લાંબી ચાલે.

હેડકીની સારવાર : (૧) શ્વાસ રોકી ધીમે ધીમે પાણી પીવું. (૨) ઠંડા કે ગરમ પાણીના કોગળા બે-ત્રણ મિનિટ સુધી કરવા. (૩) મોં-નાક પર કાગળ કે પ્લાસ્ટિકની કોથળી રાખી તેમાં શ્વાસ કાઢી અને તેમાંથી જ શ્વાસ લેવો. આમ બે-ત્રણ મિનિટ કરવું. (૪) ધાવણું બાળક હોય તો તેને ખભે તેડી બરડો થાબડવો તેથી ઓડકાર આવશે અને હેડકી બેસી જશે. (૫) મોટા બાળકને મોંમાં આખી સાકર ચૂસવા આપવી. હેડકી ઉપરોકત ઉપાયો કરવા છતાં કલાકથી વધુ રહે તો ડૉક્ટરની સલાહ લેવી.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર