એસિડિટી અને અલ્સર

જયારે જઠરમાં બનતા એસિડનું પ્રમાણ વધી જાય અથવા જઠર અને પકવાશયને એસિડની આડઅસરથી બચાવતા સંરક્ષણાત્મક શ્લેષ્મ ( જઠરના ચીકણા સ્રાવ) નું પ્રમાણ ઘટી જાય ત્યારે એસિડિટી અને અલ્સરની તકલીફ ઉદભવે છે.

વધારે પડતી ચિંતા-ટેન્શન, વધુ પડતો તીખો ખોરાક, દારૂ કે તમાકુનું સેવન તથા હેલીકોબેકટર પ્રકારના બેકટેરિયાનો ચેપ એસિડિટી અને અલ્સર કરવા માટે મુખ્યત્વે જવાબદાર હોય છે.

એસિડિટી અને અલ્સરની સારવાર : (૧) તીખી-તળેલી, મસાલેદાર વસ્તુઓ ન ખાવી. (૨) દારૂ કે તમાકુનું વ્યસન બિલકુલ બંધ કરવું. (૩) વધુ પ્રમાણમાં અને ખૂબ સ્ટ્રોંગ ચા-કોફી તથા ઠંડા પીણાં લેવાનું ટાળવું. (૪) એન્ટાસિડ ગોળી કે પ્રવાહી ડોક્ટરની સલાહ મુજબ દિવસમાં ચારથી છ વખત લેવાં.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર