ઊલટી અનેક કારણોસર થઇ શકે છે. અને ઊલટીનો સાચો ઇલાજ એનું કારણ શોધીને એ દૂર કરવામાં રહેલો છે. માથાના દુ:ખાવા સાથે, ઝાડા ( ગેસ્ટ્રો) સાથે, સગર્ભાવસ્થા દરમ્યાન કે પ્રવાસ દરમ્યાન ઊલટી થવી એ બહુ સામાન્ય છે. આ ઉપરાંત પિત્તાશયનો સોજો, પેપ્ટિક અલ્સર, એપેન્ડિક્ષનો સોજો, આંતરડાંનો અવરોધ, ફૂડ પોઇઝનીંગ, ડાયાબિટીસ વગેરે કારણોસર ઊલટીઓ થઇ શકે.
ઊલટીની સારવાર : ઝાડાની સાથે થતી ઊલટી સામાન્ય રીતે આપોઆપ મટી જાય છે. અને એ દરમ્યાન મોં વાટે ખાંડ-મીઠાનું શરબત ( ઓ.અાર.એસ) પીવાનું ચાલુ રાખવું પડે છે. એસિડિટીને કારણે થતી ઊલટીમાં એન્ટાસિડ દવાઓથી ફાયદો થાય છે.