મરડો

જયારે ઝાડા વાટે લોહી, ચિકાશ કે પરુ પડે ત્યારે ઉદ્ભવતી તકલીફ મરડા તરીકે ઓળખાય છે. મરડાના બે પ્રકાર છે. (૧) અમીબીક મરડો : અમીબીક મરડો એન્ટમીબા હીસ્ટોલાઇટીકા નામના અમીબા પ્રકારના જંતુઓથી થાય છે. આ મરડો કાયમી ઘર કરી શકે છે. એને કારણે દિવસમાં વધુમાં વધુ આઠ-દશ વખત ઝાડા થઇ શકે છે. ઝાડા દુર્ગંધ મારતા હોય છે. અને દર વખતે ઝાડો થાય ત્યારે વધુ પ્રમાણમાં અર્ધઘન ઝાડો થાય. ચિકાશ અને લોહીનું પ્રમાણ ઝાડા કરતાં ઓછું રહે. તાવ ન આવે અથવા ઓછો આવે. (૨) બેસિલરી મરડો : બેસિલરી મરડો શીગેલા નામનાં જંતુથી થાય. એમાં દિવસમાં આઠ-દશથી વધુ વખત ઝાડા થાય. દર વખતે ઝાડામાં લોહી - ચિકાશ - પરુ વધારે અને ઝાડાનું પ્રમાણ ઓછું હોય. ઝાડે ગયા પછી તરત ફરી ઝાડે જવાની હાજત થાય. વધુ તાવ આવે. ઝાડામાં વાસ ન આવે. મોટાભાગે અઠવાડિયામાં મટી જાય.

મરડાની સારવાર : મરડાની સારવાર માટે ડૉક્ટરની સલાહ મુજબ એન્ટીબાયોટિક દવા લેવી જરૂરી છે. ઝાડા થાય એટલા પ્રમાણમાં ખાંડ મીઠાનું શરબત ( ઓ.આર.એસ.) પીતા રહેવું.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર