આ બેકટેરિયાથી થતો રોગ છે. ચામડીની નીચેના પડમાં ગૂમડાંના બેકટેરિયા વિકાસ પામે છે જેને લીધે શરૂમાં ચામડી લાલચોળ થઇ જાય અને પછી ગૂમડું પાકી જતાં પરુ નીકળે છે. ઠંડી સાથે તાવ આવવાનું એક કારણ શરીરમાં કયાંય પણ થયેલ ગૂમડાં કે પાક પણ હોઇ શકે.
ગૂમડાં કે પાકની સારવાર : ગૂમડું ફૂટી જાય ત્યારે એની અંદર કયાંય પરુ રહી ન જાય એ રીતે દબાવીને બધું પરુ બહાર કાઢી લેવું જોઇએ. પરુ સાફ કરવા માટે ચોખ્ખા રૂનું પૂમડુ એકવાર વાપરી ફેકી દેવું. ગૂમડાં પર લગાવવાનો મલમ ત્યારબાદ અંદર સુધી પહોંચે એ રીતે લગાવવો પછી ચોખ્ખા ( શકય હોય તો કાણાંવાળા) કાપડની ગાદી બનાવી મૂકવી અને પાટો બાંધી દેવો. નાના ગૂમડાં પર પાટો બાંધવાની જરૂર નથી હોતી માત્ર સાફ કરી મલમ લગાવી દેવો.