તાવ, ખાંસી અને ગળાનો દુ:ખાવો ( ખાસ કરીને કોઇ વસ્તુ ગળતી વખતે) એ ગળા કે કાકડાના ચેપની નિશાની છે. આવા દર્દીનું મોં ખોલાવી, જીભ બહાર રાખી મોટેથી ''આ'' બોલવાનું કહી જીભની છેક પાછળના ભાગે બન્ને બાજુએ રહેલ કાકડા જોવા જોઇએ. કાકડા મોટાં થઇ ગયા હોય અને લાલચોળ હોય, અથવા એની પર સફેદ છારી બાઝી ગઇ હોય કે પરુ નીકળતું હોય તો નિદાન પાકું થાય છે.
કાકડા અને ગળાના ચેપ માટેની સારવાર : શરૂઆતના તબકકામાં ગરમ પાણીમાં મીઠું નાંખીને દર્દીને આકાશ તરફ જોઇ કોગળા કરવાનું કહેવું જોઇએ. ડૉક્ટરની સલાહ મુજબ એન્ટિબાયોટિક અને દર્દશામક દવાઓનો પૂરો કોર્સ કરવો જોઇએ.