શરદી-ખાંસી, ગળા-આંખમાં બળતરા, હાથ - પગ - કમ્મરનો દુ:ખાવો, તાવ વગેરે શરદીથી થતા તાવનાં લક્ષણો છે.
શરદી અને ફલ્યૂના તાવની સારવાર : આ તાવ વાયરસથી ફેલાય છે. અને એની સામે કોઇ દવા અસરકારક નથી. આરામ, પુષ્કળ પ્રવાહી અને જરૂર પડયે દુ:ખાવા કે તાવ માટે પેરાસિટામોલ દવા આપવી જરૂરી હોય છે. નાક બંધ થઇ જાય તો ગરમ પાણીની વરાળનો બાફ લેવાથી ખૂલી જશે. નાના બાળકનું બંધ નાક હૂંફાળા મીઠાના પાણીનું ટીપું મૂકવાથી ખૂલી શકે ( આવા પાણીની ખારાશ આંખના આંસુથી વધારે ન હોવી જોઇએ) શરદી અને ફલ્યૂ આપોઆપ અઠવાડિયામાં મટી જાય છે.