પેશાબનો ચેપ (ઉનવા)

પરિણીત સ્ત્રીઓમાં આ રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઠંડી-ધ્રુજારી સાથે તાવ આવે, વારંવાર થોડો થોડો પેશાબ થાય અને પેશાબમાં બળતરા થાય. (અન્ય તાવોમાં પણ કયારેક પેશાબમાં બળતરા થવાની ફરિયાદ હોય છે. પણ ત્યારે ઘેરો પીળો પેશાબ ખૂબ ઓછી વખત થાય છે જેનું કારણ પરસેવા વાટે પાણી નીકળી જવાથી શરીરમાં ઉભી થતી પાણીની ખેંચ હોય છે.) જયારે વારંવાર થોડો થોડો પેશાબ થાય ત્યારે પેશાબના ચેપની શકયતા સૌથી વધુ રહે.

પેશાબના ચેપની સારવાર: બેકટેરિયાનો ચેપ લાગવાથી ઊનવા થાય છે અને એન્ટીબાયોટિક દવાનો પૂરો કોર્સ આપવાથી ચેપને નાબૂદ કરી શકાય છે. સારવાર દરમ્યાન વધુ પાણી છૂટથી પીવું જરૂરી છે.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર