ટાઇફોઇડ

શરૂઆતમાં ઘીમો તાવ (ઠંડી-ધ્રુજારી) આવે છે. તાવ સતત ચાલુ રહે છે અને ધીમે ધીમે રોજેરોજ વધ્યા કરે છે. તાવ આખા દિવસમાં કયારેય દવા વગર ઉતરતો નથી. તાવની સાથોસાથ પેટની ગરબડ, કબજિયાત કે ઝાડા, પેટનો દુ:ખાવો અને અશક્તિ જોવા મળે છે. જીભ પર સફેદ છારી બાઝી જાય છે. લોહીની તપાસ વગર ટાઇફોઇડનું નિદાન કરવું અઘરું છે.

ટાઇફોઇડની સારવાર : ટાઇફોઇડનો ફેલાવો ખોરાક અને પાણી દ્વારા ફેલાતા બેકટેરિયાથી થાય છે. ડૉક્ટરની સલાહથી એન્ટિબાયોટીક દવાનો સાતથી ચૌદ દિવસનો કોર્સ લેવો પડે છે. ટાઇફોઇડના દર્દીઓને ખાવા પીવામાં કોઇ વિશેષ પરેજી રાખવાની જરૂર નથી હોતી. વધુ પડતું તીખું અને વધુ તેલ-ઘીવાળું છોડીને બાકી બધો ખોરાક લઇ શકાય છે. ભાત કે ખીચડી રૂપે અનાજ લેવાથી કોઇ નુકસાન નથી થતું ઉલટું ફાયદો થાય છે. ટાઇફોઇડ અટકાવવા માટે પાણીજન્ય રોગો અટકાવવાનાં બધાં પગલાં લેવાં જરૂરી છે.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર