પાણીમાં ડૂબેલી વ્યક્તિનો શ્વાસઅવરોધ

પાણીમાં ડૂબતી વ્યક્તિ દેખાય ત્યારે તેને બચાવવા આવા કામના અનુભવી કુશળ તરવૈયા માણસે જ ઝંપલાવવુ. તરતા આવડતુ હોય પણ ડૂબતી વ્યક્તિને બચાવવાની ટ્રેનિંગ-પ્રશિક્ષણ લીધું ના હાય અથવા પૂરતો વિશ્વાસ ના હોય તો પાણીમાં પડવાની ભૂલ કયારેય ના કરવી કારણ કે ડૂબતી વ્યક્તિ બચાવનારને એકદમ વળગી પડશે અને તેથી બચાવનાર પોતે હાથ-પગ હલાવી નહીં શકે, અને તેનું તરવાનું અશકય બની જાય. આમ એક ને બદલે બે જાન જાય. બિન-અનુભવી બચાવનારાએ લાકડું, બોયું, દોરડું કે તરી શકે તેવી કોઇ વસ્તુ ડૂબતી વ્યક્તિ પાસે નાખવી જેને પકડી ડૂબનાર બચી શકે અને દૂર રહયે તેને હિંમત આપવી.

ડૂબી રહેલ માણસને પાણીમાંથી બહાર કાઢયા પછી સૌથી પહેલું કામ તેનો શ્વાસ ચાલે છે કે નહીં તે જોવું. આ માટે છેક કિનારાની રેતી પર લાવવા જેટલી ઢીલ ના કરતા છીંછરા પાણીમાં કમ્મર ભેર ઉભી શકાય ત્યારે જ શ્વાસ ચાલે છે કે નહીં તે તપાસી લેવું અને જો શ્વાસ બંધ હો તો જરા પણ વિલંબ કર્યા વગર મોં વાટે કૃત્રિમ શ્વાસોશ્વાસ છીછરા પાણીમાં જ ચાલુ કરી દેવો.

ો શ્વાસ ચાલુ હોય તો દર્દીને કિનારે પાણીની બહાર લાવીને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કમ્મરેથી ઉંધો કરી ઉંચકવો અને પીઠ પર થપાટો મારવી. આમ કરવાથી ફેફસાં અને પેટમાંથી પાણી બહાર નીકળી જશે. આ ક્રિયામાં વધૂ સમય પાણી કાઢવામાં વેડફવો નહીં. મોટાભાગના બનાવો તળાવ કે કૂવાના જેવા ચોખ્ખા ( એટલે કે દરીયા જેવું ખારું ના હોય તેવાં) પાણીમાં બનતા હોય છે જેમાં ફેફસામાં ઉતરેલું મોટા ભાગનું પાણી લોહીમાં ભળી જાય અને ઊપર મુજબની ક્રિયાથી થોડુંક જ પાણી નીકળે.

પાણીમાંથી કાઢયા બાદ દર્દીને ધાબળો કે ચાદર ઓઢાડીને દવાખાને ખસેડવો. આ દરમ્યાન શ્વાસોશ્વાસ પર નજર રાખ્યા કરવી. જો તે નબળો પડી જાય અને ચહેરો, હોઠ, નખમાં ભૂરા રંગની ઝાંય આવવા માંડે તો કૃત્રિમ શ્વાસ ચાલુ કરી દેવો.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર