વીજળીનો આંચકો લાગે ત્યારે

વીજળીનો આંચકો લાગવાના પ્રસંગો ઘણી રીતે બનતા હોય છે, જેમ કે:

  1. વીજળીના આંચકાથી દર્દીને નીચે મુજબ નુકસાન થઈ શકે છે:

(૧) દાઝી જાય. (૨) શ્વાસ બંધ પડી જાય. (૩) હ્રદયના ધબકારા ખોરવાઇ જાય અથવા હ્રદય બંધ પડી જાય. (૪) મગજને નુકસાન થવાથી બેભાન થઈ જાય.

  1. દર્દીને વીજળીના પ્રવાહના સંર્સગમાંથી ખસેડવો:

વીજળીનો આંચકો લાગેલ દર્દીને અડતાં પહેલાં વીજળીનો પ્રવાહ રોકવો અત્યંત જરૂરી છે, નહીં તો સારવાર આપનારને પોતાને આંચકો લાગશે. જો વીજળીના સ્રોત સુધી પહોંચી શકાય તો તેની સ્વિચ બંધ કરવી. સ્વિચ સુધી ન પહોંચાય તો વાયરને પ્લગમાંથી કાઢવા પ્લાસ્ટીકના આવરણ કરેલા ભાગેથી કોરાં કપડાં દ્વારા પકડીને ખેંચવો, ભીના કપડાંનો ઉપયોગ કદી ન કરવો. જો આવું શક્ય ના હોય તો દર્દીને વીજળીના પ્રવાહથી દૂર કરવો. હાઇ વોલ્ટેજ વિજપ્રવાહ કોઇપણ વસ્તુથી ફેલાઇ શકે છે - લાકડાંથી પણ! એટલે હાઇ વોલ્ટેજ લાઇનનો વિજપ્રવાહ બંધ ન થાય ત્યાં સુધી દર્દીની નજીક જવું નહીં. દર્દીની નજીક જતાં પહેલા સારવાર આપનારે પોતાના પગે કોરી ( ભીની ના હોય તેવી) સ્લિપર, ચપ્પલ કે બૂટ પહેરવાં જેમાં ધાતુની પટ્ટી ના હોય. આમ કરવાનું કારણ એ કે દર્દીની આસપાસની જમીન ભીની હોય તો સારવાર આપનારને આંચકો લાગી શકે. જો ભૂલેચૂકે સારવાર આપનાર પોતે વીજળીના સંસર્ગમાં આવી જાય તો પગે પહેરેલી વસ્તુ તેને વીજળીનું વહન કરતાં અટકાવે છે. પછી, દર્દીને દૂર કરવાં લાકડી, લાકડાનું પાટીયું, સાવરણી કે કોરા ટુવાલ અથવા ચાદર વડે દર્દીને હડસેલવો. આમ કરવા માટે ક્યારેય ધાતુની કે ધાતુવાળી વસ્તુ વાપરવી નહીં જેમકે સળીયો, છત્રીનો દાંડો, કડિયાળી લાકડી વગેરે. જો દર્દીને ખસેડવાનું શક્ય ન હોય અથવા આમ કરવા જતાં સારવાર આપનારને આંચકો લાગે તેમ હોય તો તેણે પોતાને જોખમમાં ન મુકતાં, ફાયરબ્રિગેડ, પોલિસ અને ઈલેકટ્રીસીટી ડિપાર્ટમેન્ટને તાત્કાલિક જાણ કરવી.

  1. વીજળીના સંસર્ગમાંથી દર્દી છૂટયા પછીની સારવાર:

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર