આ હાડકાંની આસપાસ ઘણી મજબૂત માંસપેશીઓ આવી હોય છે તેથી ભાંગેલાં છેડાં સહેલાઇથી એકબીજા પર ખેંચાઇ જાય. ત્યાં રકતસ્રાવ ઘણો થાય અને સાથળનાં ભાગમાં ઓછા સોજા સાથે પ્રમાણમાં ઘણું લોહી ભેગુ થાય. આ દર્દી દુ:ખાવા અને રકતસ્રાવને લીધે શૉકમાં જઇ શકે છે.
પ્રાથમિક સારવાર રૂપે બે લાંબા ખપાટિયા બાંધવા જોઇએ. પહેલું બે પગના વચ્ચે મૂકી ઇજાગ્રસ્ત પગ સાથે બાંધવું. તેની લંબાઇ ઘૂંટીથી લઇને ધડ અને સાથળનાં સાંધા સુધી હોવી જોઇએ. બીજું ખપાટિયું ઇજાગ્રસ્ત પગની બહારની બાજુએ ઘૂંટીથી બગલ સુધી હોવું જોઇએ. આમ, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે ખપાટિયાં વચ્ચે ઇજાગ્રસ્ત ભાગને પાટાઓથી બાંધીને થાપા, ઘૂંટણ, ઘૂટીનાં સાંધાઓ સ્થિર કરવા જોઇએ.
જો લાંબા ખપાટિયાં મળે નહીં તો ઇજાગ્રસ્ત પગને સાજા પગ જોડે બાંધીને સાજા પગનો ખપાટિયાં તરીકે ઉપયોગ કરી શકાય.