ક ોણી અને કાંડા વચ્ચે બે હાડકાં સમાંતર સ્થિતિમાં આવેલા હોય છે એટલે જો એક ભાંગે તો બીજુ હાડકું ખપાટિયાંની ગરજ સારી શકે છે. પણ જો બન્ને ભાંગે તો હાથ ત્યાંથી લબડી જાય. એક જ હાડકું ભાંગ્યુ હોય તો પણ બહારથી ખપાટિયું બાંધવુ જોઇએ જેથી હાથની કાંડા અને કોણીથી હલનચલન ના થાય અને હાથ સ્થિર રહે. આ માટે બે ખપાટિયાં એવી રીતે ગોઠવવા જોઇએ જેથી બન્નેની વચ્ચે ભાંગેલો ભાગ રહે. તેની લંબાઇ કોણીથી આંગળી સુધી હોવી જાઇએ. ખપાટિયાંઓ વચ્ચે ઇજાગ્રસ્ત હાથ બાંધ્યા પછી તેને કપડાંની ઝોળીમાં એવી રીતે આરામપૂર્વક રાખવો કે આંગળીવાળો છેડો કોણી કરતાં ઊંચો રહે.