દુ:ખાવો અને સોજો થાય.
જડબું લબડી પડે, બોલતી કે મોં ખોલતી વખતે તેનું હલનચલન ના થાય અને હલનચલનથી અસહ્ય દુ:ખે.
થુંક વધુ આવે અને તે લોહીવાળુ પણ હોઇ શકે.
દાંત ઢીલાં, વાંકા-ચૂકાં થઇ જાય અથવા પડી જાય.
દાંત છૂટ્ટો પડી ગય ો હોય તો કાઢી નાખવો. ઇજાથી પડી ગયેલાં દાંતને ફરીથી બેસાડી શકાય છે, એટલે પડી ગયેલાં દાંતને દુધ, ચોખાની કાંજી, નારિયેળ પાણી કે ઇંડાની સફેદીમાં ડુબે એ રીતે વાટકીમાં રાખવો. કંઇ ન મળે તો દર્દીનાં થૂંકમાં પણ ત્રણેક કલાક સુધી દાંત સાચવી શકાય છે. જેટલાં જલદી દાંતનાં ડોકટરને બતાવો એટલો દાંત ફરી બેસાડી શકવાની શકયતા રહે છે.
દર્દીને બોલવા, ખાવા, પીવાની મનાઇ ફરમાવવી.
હલી ગયેલા દાંતને સરખા કરવાની કોશિશ ના કરવી.
જડબું હળવેથી ઊંચકીને આકૃતિ પ્રમાણે પાટો બાંધવો. પાટો બાંધ્યા પછી આવતું થૂંક ગળી જવા કહેવું.
જો ઊલટી થવાની હોય તેવુ લાગે તો પાટો કાઢી નાખવો અને જડબાને ઊલટી વખતે હથેળીથી ટેકો આપવો. ઊલટી પત્યા પછી પાછો પાટો બાંધી દેવો.
દર્દીને ખસેડતી વખતે જો તે બેસી શકવાની હાલતમાં હોય તો તેનું માથું આગળ નમેલું રાખવું.
જો દર્દી બેભાન હોય અથવા જડબું એક કરતાં વધુ જગ્યાએથી ભાંગ્યુ હોય કે ચહેરા પર વધુ અટપટી ઇજાને કારણે ઉપરોકત રીતે પાટો બાંધવો શકય ના હોય તો દર્દીને ઊંધો સુવાડી રાખીને ખસેડવો.