માથા પર કોઇ ખપાટિયું બાંધવાનું નથી હોતું.
જો લોહી નીકળતું હોય તો રૂનું ડ્રેસિંગ મૂકી માથા પર પાટાપિંડી કરવાનું જરૂરી હોય છે.
ખાસ તો એ તપાસ કરવી કે દર્દીને નાક, કાન કે મોંમાંથી લોહી અથવા લોહી મિશ્રીત પાણી જેવું પ્રવાહી તો નથી નીકળતુંને? આ પ્રવાહી ખોપરીની અંદર મગજને ફરતુ આવેલુ રક્ષણાત્મક પ્રવાહી હોઇ શકે છે.આવી રીતે પ્રવાહીનો સ્રાવ થવો ઘણી ગંભીર નિશાની છે.
જો દર્દી બેભાન હોય તો બેભાનાવસ્થાની ચર્ચામાં દર્શાવ્યા પ્રમાણે પગલાં લેવા. (જુઓ પ્રકરણ નં. ૫)
દર્દીનું નિરીક્ષણ શૉકની ગંભીર સ્થિતિ માટે અને શ્વાસની ગતિ માટે કરતાં રહેવું અને તે માટે જરૂર પડે તે પગલાં સમયસર લેવા. (જુઓ પ્રકરણ નં.૨ અને ૪)
દર્દીને બને ત્યાં સુધી સુવાડી રાખવો.
દર્દીને બીજી ઇજાઓ માટે ખાસ તપાસવો અને તે પ્રમાણે યોગ્ય કાળજી લેવી.
દર્દીને કોઇપણ ખોરાક, પ્રવાહી કે દવા ( ખાસ તો ઘેન કરે કે ઉતેજના કરે તેવી) આપવા નહીં.
તબીબી સારવારની વ્યવસ્થા કરવી.
ઊલટીઓ, ખેંચ, ઉશ્કેરાટ, બબડાટ, ઘટતું જતું ભાન, લવારા, કાન-નાકમાંથી લોહી અથવા પાણી નીકળવાને ગંભીર નિશાનીઓ ગણીને વધુ ઝડપથી દર્દીને હૉસ્પિટલ ખસડવો.