ગળામાં માછલીનો કાંટો ફસાય જાય ત્યારે ભારે અકળામણ થાય. દર્દીને કયારેક તો એમ જ લાગે કે શ્વાસ બંધ થઇ જશે અને તેથી ખૂબ ગભરામણ થાય. આવા વખતે પણ જાતે કાંટો કાઢવાની કોશિશો ના કરવી અને ડૉક્ટરને બતાવવું. દર્દીને સમજાવવું કે આવી સ્થિતિમાં ગભરાવાની જરાય જરૂર નથી હોતી.