નાકમાં ફસાયેલી વસ્તુ

નાકમાં પણ કાનની જેમ જ કોઇ વસ્તુ , પદાર્થ કે જીવડું ફસાઇ શકે છે. સામાન્ય રીતે આવું થાય ત્યારે દર્દીને છીંકો આવે અને તે વસ્તુ બહાર ફેંકાય જાય. જયારે તે બહાર નીકળે નહીં ત્યારે બહુ ખરાબ અનુભવ થાય અને દર્દી નાકમાંથી તે વસ્તુ કાઢવાની કોશિશ કરશે જ. આવી કોશિશથી વસ્તુ વધુ અંદર જઇને ફસાશે તથા નુકસાન કરશે. પછી તો તેને કાઢતાં ડૉક્ટરને પણ વધારે તકલીફ પડે. તો આવું થાય ત્યારે તેને બહાર કાઢવાની તજવીજ ના કરવી. દર્દીને મોં વાટે શ્વાસ લેવા કહેવું અને તરત જ નાક-કાન-ગળાના ડૉક્ટરનો સંપર્ક કરવો.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર