માથા માટે ત્રિકોણાકાર પાટો, સહેલાઈથી બાંધી શકાય, તે પાટો માથા પર એવી રીતે ગોઠવવો કે ટૂંકો છેડો ગરદન પર રહે અને લાંબા છેડાઓ માથા પાછળ. ત્યાં લાંબા છેડાઓની ચોકડી મારી કપાળ પર લઈ જઈને ગાંઠ બાંધવી. છેલ્લે ટૂંકો છેડો ઉપર વાળીને લાંબા છેડાઓની ચોકડી પર ખોંસી દેવો.