આંગળી માટે પાટો

ંગળી માટે પટ્ટી જેવા પાટાને પહેલા તો આખી આંગળી પર ગોળ વીંટવો ( અ), આમ કરવાથી આંગળીની ટોચ ખુલ્લી રહેશે. તેને ઢાંકવા માટે પાટાને આંગળીની લંબાઈની દિશામાં વીંટવો જેથી આંગળીની ટોચનો છેડો પણ ઢંકાઈ જાય ( બ), છેલ્લે લંબાઈ પર બાંધેલ આંટા પર પાછા આડા આંટા ગોળ ગોળ વીંટી ( ક) આંગળીના મૂળ પાસે ગાંઠ બાંધવી ( ડ). કોઈકવાર આ રીતે બાંધેલો પાટો આંગળી પર બરાબર સ્થિર ના રહે તો તેવા સંજોગમાં સૌથી પહેલી વળ કાંડા પર બાંધી પછી પાટો આંગળી પર લઈ જવો.

¤ આંગળીની ટોચ અથવા તેની નજીકમાં ઈજા ના હોય તો બને ત્યાં સુધી નખ પર પાટો વીંટવો નહીં. ખુલ્લા નખનું નિરીક્ષણ કરવાથી પાટો વધુ જોરથી બંધાયો હોય તો ખબર પડી શકે છે.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર