પટ્ટી જેવા પાટાના બે આંટા કાંડા પર લગાવવા ( અ), પછી તેને હથેળી પર થઇને અંગુઠા અને તર્જની આંગળી વચ્ચે કાઢી ( બ) અંગુઠા ફરતે થઇને ફરીથી હથેળી પર લાવીને આગલા આંટા સાથે ચોકડી લગાવવી ( ક).
ત્રિકોણાકાર પાટા પર હાથ અથવા પગનો પંજો એવી રીતે મૂકવો જેથી આંગળીઓ ટૂંકા છેડા તરફ રહે અને બન્ને લાંબા છેડા સાઈડ પર રહે (અ). પછી ટૂંકા છેડાને કાંડા તરફ વાળીને હાથના અથવા પગના પંજા પર ઢાંકી દેવો, જેથી તે છેડો કાંડા પર આવીને રહે (બ). છેલ્લે બન્ને લાંબા છેડા પંજાને ફરતા ગોળ વીંટીને (ક, ડ) કાંડા પર ગાંઠ બાંધવી (જ).