લાંબી પટ્ટીનો પાટો હોય ત્યારે પાટાનો પહેલો આંટો બરાબર ઘૂંટણ અથવા કોણીના વચ્ચેના ભાગે બાંધવો (અ). પછી એક આંટો ઘૂંટણની ઉપર અને પછીનો આંટો ઘૂંટણની નીચે આવે તેમ બાંધવો અને ધ્યાન રાખવું કે આમ કરવા જતાં જ્યારે પાટા ઘૂંટણ પાછળ મળે ત્યારે અંગ્રેજી આઠના આકારે ચોકડી વ ાળવી (બ).