આ માટે ત્રિકોણાકાર મોટો પ ાટો જોઈઅે. પહેલાં તેને દર્દીની છાતી પર એવી રીતે પાથરવો કે ટૂંકો છેડો ઈજાગ્રસ્ત હાથ તરફ રહે અને લાંબા છેડા ઉપર નીચે રહે. ઊપરનો લાંબો છેડો ગરદન પાછળ થઇને ઈજાગ્રસ્ત બાજુએ કાઢવો. પછી ઈજાગ્રસ્ત હાથને કોણીએથી વાળીને નીચલો લાંબો છેડો તેના પરથી વીંટીને ઉપલા છેડા સાથે બાંધી દેવો. છેલ્લે ટૂંકા છેડાને કોણી પર થઇને આગળ લાવીને પીન લગાવી દેવી. આવી ઝોળીમાં હાથ રાખતી વખતે ધ્યાન રહે કે આંગળીઓ હવામાં ખુલ્લી દેખાય તેવી રીતે પાટાની ધાર પર ગોઠવવી. ઝોળીની ગાંઠ બને ત્યાં સુધી ગરદન પાછળ ના બાંધવી કારણકે તેનાથી ગરદન છોલાઈ જાય. બને તો પાટા અને ગરદન વચ્ચે રૂની પોચી ગાદી મૂકવી.