¤ મળમાર્ગેથી લોહી વહેતુ હોય તો દર્દીને સાંત્વના આપીને સુવાડી રાખવો. તેને મોં વાટે કશું પણ આપવું નહીં અને ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો.
¤ ગળફા વાટે લોહી પડતું હોય તો દર્દીને બેસાડી કે સુવાડી રાખવો. તેને હૂંફાળો રાખીને પ્રવાહી ખોરાક આપી શકાય.
¤ ગળા પરની ઈજાથી રક્તસ્રાવ થતો હોય તો તે ભાગે હથેળી કે અંગૂઠા વડે દબાણ આપવું. આ દબાણ આપતી વખતે ધ્યાન રહે કે શ્વાસનળી અથવા હેડિયો દબાઇને શ્વાસ રૂંઘાઈ ના જાય. આમ થતું નિવારવા દબાણ પાછળ મણકાઓ તરફ આપવું નહીં કે શ્વાસનળી કે હેડિયા તરફ.