¤ કાનમાથી રક્તસ્રાવ સાવ સામાન્ય ઈજાથી માંડીને ખોપરીના હાડકાં ભાંગ્યા સુધીની ગંભીર ઈજાથી થઇ શકે છે.
¤ રક્તસ્રાવ થાય ત્યારે ક્યારેય કાન રૂ કે કપડાંનુ પૂમડું કે ડૂચો મારી બંધ ના કરવો. તેથી કાનમાં અંદર લોહી જમા થયા કરશે અને પછી તે પાકી જવાની સંભાવના રહે છે.
¤ કાનમાં કોઇ દવા કે તેલ વગેરે નાખવાં નહીં.
¤ જે કાનમાંથી લોહી વહેતું હોય તે બાજુના પડખે દર્દીને સુવડાવવો જેથી લોહી સહેલાઈથી બહાર નીકળી જાય.
¤ ડોક્ટરનો સંપર્ક કરવો.