હાઇબ્લડપ્રેશર

20. હાઇબ્લડપ્રેશરથી બચવા માટે શું કરવું?

  • રોજ ઓછામાં ઓછું ૩ કિ.મિ. ચાલવું.
  • રોજના ખોરાકમાં મીઠાનું પ્રમાણ ૬ ગ્રામથી ઓછું રાખવું.
  • રોજિંદા ખોરાકમાં ઘી-તેલ કે અન્ય ચરબીનું કુલ પ્રમાણ ૨૦ ગ્રામથી ઓછું હોવું જોઇએ. તેલ તરીકે સરસિયું કે રાયડાનું તેલ ખાવું જોઇએ.
  • રોજ ખોરાકમાં ઓછામાં ઓછા ૪૦૦ થી ૬૦૦ ગ્રામ જેટલાં શાકભાજી, ફળ અને કઠોળ ખાવાં જોઇએ.
  • તમારું વજન = ૨૧ ગુણ્યા (તમારી મીટરમાં માપેલી ઊંચાઇનો વર્ગ) જેટલું થવું જોઇએ.
  • તમારી કમરનો ઘેરાવો થાપાના ઘેરાવાના ૮૮ (પુરુષ માટે) કે ૮૫ ટકા (સ્ત્રીઓ માટે) કરતાં ઓછો હોવો જોઇએ.
  • તમારા લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ૧૭૦ મિ.ગ્રા./ડે.લી.થી ઓછું હોય તો ઉત્તમ અને કદી ૨૦૦ મિ.ગ્રા./ડે.લી.થી વધારે રહેવું જ ન જોઇએ.
  • ચા-કોફી-કોલા-તમાકુ-દારૂ વગેરે વ્યસનથી મુકત રહો
  • માનસિક શાંતિ માટે યોગાસન ધ્યાન વગેરે કરવાં જોઇએ.
  • કુદરતની નજીકનું અને સાદું જીવન જીવો.
હાઇબ્લડપ્રેશર એ છુપો કાતિલ છે કોઇ પણ પ્રકારની તકલીફ કર્યા વગર એ શરીરને અંદરથી ભારે નુકસાન પહોંચાડે છે અને આ નુકસાનની જાણ વર્ષો પછી પેરાલિસિસ કે કિડની-હાર્ટ ફેઇલ થઇ જવાથી થાય છે.

ડોકટરની સલાહ મુજબ બ્લડપ્રેશરની દવા લેવાથી કોઇ લાંબા ગાળાનું નુકસાન થતુ નથી, પરંતુ બ્લડપ્રેશર ઘટાડવા દવાની જરૂર હોય તે છતાં દવા ન લેવાની બેકાળજી કયારેક જીવલેણ નીવડે છે.