હાઇબ્લડપ્રેશર

2. તંદુરસ્ત માણસનું બ્લડપ્રેશર કેટલું હોવું જોઇએ?

તંદુરસ્ત માણસનું સરેરાશ બ્લડપ્રેશર આશરે ૧૨૦/૮૦ મિ.મી. મર્ક્યૂરિ કરતાં ઓછું હોય છે. ૧૨૦/૮૦ લખાણનો અર્થ એટલો જ કે ઉપરનું દબાણ ૧૨૦ મિ.મી. મર્ક્યૂરિ અને નીચેનું દબાણ ૮૦ મિ.મી. મર્ક્યૂરિ જેટલું હોય છે. માણસની ઉંમર, જાતિ, દિવસનો સમય, સ્થિતિ વગેરે ઊપર બ્લડપ્રેશરનો આધાર રહેલો હોય છે ઘણા બધા તંદુરસ્ત લોકોના બ્લડપ્રેશરમાં મોટો તફાવત હોય છે અને છતાં એ બધા નોર્મલ જ ગણાય છે.

ઘણા બધા તંદુરસ્ત લોકોનો અભ્યાસ કર્યા પછી વૈજ્ઞાનિકો એવા તારણ પર આવ્યા છે કે લોહીનું ઉપરનું (સિસ્ટોલિક) દબાણ ૯૦ મિ.મી. થી ૧૪૦ મિ.મી. મર્ક્યૂરિ વચ્ચે હોય ત્યાં સુધી એ નોર્મલ જ ગણાય. આ જ રીતે લોહીનું નીચેનું દબાણ (ડાયાસ્ટોલિક બ્લડપ્રેશર) ૬૦ થી ૯૦ મિ.મી. મર્ક્યૂરિ વચ્ચે ગમે ત્યાં હોય તો પણ એ નોર્મલ બ્લડપ્રેશર જ ગણાય.