હાઇબ્લડપ્રેશર

14. હાઇબ્લડપ્રેશરને કારણે તમારા શરીર પર વધતા જોખમની ગણતરી

હાઇબ્લડપ્રેશરની સાથોસાથ જયારે નીચે જણાવેલ પરિબળમાંથી કોઇક પરિબળ હાજર હોય છે ત્યારે હાઇબ્લડપ્રેશરને કારણે નુકસાન થવાની શકયતા ખૂબ વધી જાય છે. આ ગણતરી માટે (૧) હાઇબ્લડપ્રેશર સાથે સંકળાયેલાં જોખમી પરિબળો, (૨) હાઇબ્લડપ્રેશરને કારણે શરીરના અવયવોને નુકસાન, (૩) હાઇબ્લડપ્રેશરની સાથે સંકળાયેલા અન્ય રોગોની હાજરીને ધ્યાનમાં રાખવામાં આવે છે. સાથેના કોષ્ટકમાં જોખમની ગણતરી બતાવી છે.

  1. હાઇબ્લડપ્રેશર સાથે સંકળાયેલાં જોખમી પરિબળો:
    • ૫૫ વર્ષથી વધુ ઉંમરના પુરુષ
    • ૬૫ વર્ષથી વધુ ઉંમરની સ્ત્રી
    • ધૂમ્રપાન
    • વધારે કોલેસ્ટેરોલ (કુલ)
    • ડાયાબિટીસ
    • કુટુંબમાં (મા / બાપ / ભાઇ / બહેનને) નાની ઉંમરે (૫૫ વર્ષથી નાના પુરુષ કે ૬૫ વર્ષથી નાની સ્ત્રીને) હ્દયરોગ
    • અન્ય જોખમી પરિબળો - (૧) બેઠાડું જિંદગી (૨) જાડાપણું (૩) વધુ પડતું મદ્યપાન
  2. હાઇબ્લડપ્રેશરને કારણે શરીરના અવયવોને થયેલ નુકસાન:
    • હ્રદયનું ક્ષેપક મોટું થવું (વેન્ટ્રીકયુલર હાઇપરટ્રોફી)
    • પેશાબમાં પ્રોટીન જવું કે લોહીમાં ક્રીએટીનીન થોડુંક વધવું (૧.૨-૨)
    • ધમનીઓ સાંકડી થવાના ચિહ્નો સોનોગ્રાફી કે એક્ષ-રેમાં દેખાય
    • આંખના પડદાની ધમની સાંકડી થવી.
  3. હાઇબ્લડપ્રેશરની સાથે સંકળાયેલ અન્ય રોગોની હાજરી:
    • પેરાલિસિસનો હુમલો
    • હ્રદયરોગ (એટેક / એન્જાઇના / ફેઇલ્યર)
    • ડાયાબિટીક નેફ્રોપથી કે કિડની ફેઇલ થવી (ક્રીએટીનીન બે થી વધુ)
    • ધમનીની તકલીફો (એન્યુરિઝમ કે અન્ય)
    • આંખના પડદાને નુકસાન (સોજો, રકતસ્રાવ વગેરે)

    ♥ હાઇબ્લડપ્રેશરના દર્દીઓના જોખમને આધારે વિભાગ

ઓછું જોખમ ધરાવતા દર્દીઓ
ગ્રેડ ૧ (૧૪૦/૯૦ થી ૧૪૯/૯૯ વચ્ચે) હાઇબ્લડપ્રેશર અને બીજા કોઇ જોખમી પરિબળની હાજરી ન હોય તો દર્દીને ઓછું જોખમ છે.
મધ્યમ જોખમ
ગ્રેડ ૧ હાઇબ્લડપ્રેશર + એકથી બે જોખમી પરિબળોની હાજરી.
ગ્રેડ ૨ હાઇબ્લડપ્રેશર + બેથી ઓછાં જોખમી પરિબળોની હાજરી.
વધુ જોખમ
ગ્રેડ ૧ અથવા ૨ ના દર્દીમાં ત્રણથી વધુ જોખમી પરિબળો અથવા એક અવયવને નુકસાન અથવા ડાયાબિટીસની તકલીફ અથવા અન્ય રોગોની હાજરી અથવા ગ્રેડ ૩ હાઇબ્લડપ્રેશર

હાઇબ્લડપ્રેશરને કારણે શરીર પર વધતા જોખમની ગણતરીનું કોષ્ટક

બ્લડ પ્રેશર (મિ.મી. મર્ક્યૂરિ)
ગ્રેડ ૧ - ઉપરનું ૧૪૦-૧૫૯ અથવા નીચેનું ૯૦-૯૯ ગ્રેડ ૨ - ઉપરનું ૧૬૦-૧૭૯ અથવા નીચેનું ૧૦૦-૧૦૯ ગ્રેડ ૩ - ઉપરનું ૧૮૦ થી વધારે અથવા નીચેનું ૧૧૦ થી વધારે
બીજા જોખમી પરિબળો ગેરહાજર ઓછું જોખમ મધ્યમ જોખમ વધુ જોખમ
૧-૨ બીજા જોખમી પરિબળો હાજર મધ્યમ જોખમ મધ્યમ જોખમ વધુ જોખમ
ત્રણથી વધુ જોખમી પરિબળો હાજર અથવા અવયવને નુકસાન અથવા ડાયાબિટીસ અથવા અન્ય રોગોની હાજરી વધુ જોખમ વધુ જોખમ વધુ જોખમ