શરીરના
કોષો, પેશીઓ અને અંગોને ઉંમર વધવાની સાથે રોજિંદુ નુકસાન થયા કરતું હોય
છે. શરીરને રોજેરોજ ઘસારો પહોંચાડવાનું કે નુકસાન કરવાનું કામ, મુખ્યતત્વે
'ફ્રી રેડીકલ્સ તરીકે ઓળખાતાં તત્વો કરે છે. આ 'ફ્રી રેડીકલ્સ શરીરના
બંધારણમાં રહેલ ચરબી, પ્રોટીન કે કાર્બોહાઇડ્રેટને ઓકિસડેશનની પ્રક્રિયા
દ્વારા નુકસાન પહોંચાડે છે. જે રીતે લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા
ઓકિસડેશનને કારણે થાય છે. એ જ રીતે શરીરના બંધારણને ઘસારો પહોંચાડવાની
પ્રક્રિયામાં પણ ઓકિસડેશન અગત્યનો ભાગ ભજવે છે. શરીરમાં ચરબીના ઘટકોનું
ઓકિસડેશન થવાથી વૃધ્ધાવસ્થા, હ્રદયરોગ અને કેન્સર જેવી તકલીફો ઉદભવે છે.
શરીરનીઅંદર ઓકિસડેશન કરીનેનુકસાન પહોંચાડતાં તતત્વોને નુકસાન કરતાં
અટકાવવાનું અગત્યનું કામ એન્ટિ-ઓકિસડન્ટ તતત્વો કરે છે. એન્ટિ-ઓકિસડન્ટ
તતત્વોની યાદી ખૂબ મોટી છે પરંતુ એમાંથી કેટલાંક જાણીતાં તતત્વોનાં નામ
નીચે લખ્યા છે.
(૧) પોલી ફીનોલીક કમ્પાઉન્ડ : ફલેવોનોઇડ્સ (ફલેવોન્સ, આઇસો ફલેવોન્સ, ફલેવેનોન્સ, ચલ્કોન્સ વગેરે); સીનામીક એસિડ; કૌમેરીન વગેરે.
(૨) કેરોટિનોઈડ્સ: બીટા કેરોટિન (જેમાંથી વિટામિન 'એ મળે છે.); લ્યુટિન અને ઝીયાઝેન્થીન; લાઇકેપીન
(૩)
વિટામિન્સ : વિટામિન 'સી (એસ્કો(ર્બક એસિડ) અને વિટામિન 'ઇ (ટોકોફેરોલ)
(૪) ખનીજ તતત્વો : સેલેનિયમ, મેંગેનીઝ, ઝીંક, કોપર, લોહ તતત્વ.
આ
બધાં એન્ટિ-ઓકિસડન્ટ તતત્વો જુદા જુદા ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં મળી શકે
છે. કુદરતી ખોરાકમાંથી મળતાં એન્ટિ-ઓકિસડન્ટ તતત્વો તંદુરસ્તી અને
દીર્ઘાયુષ્ય માટે ખૂબ જરૂરી અને ઉપયોગી છે.
(૧) પોલીફીનોલીક
કમ્પાઉન્ડ તરીકે ઓળખાતાં એન્ટિ-ઓકિસડન્ટ તતત્વો ફળો, શાકભાજી, કાંદા, લસણ,
આદુ, સકકરિયાં, સોયાબીન, ચાની લીલીપત્તી, તેલીબિયાં અને મરી-મસાલામાંથી
પુષ્કળ પ્રમાણમાં મળે છે. આ ઉપરાંત સોયાબીન, દ્રાક્ષ, આદુ, ધાણા, બાજરી અને
રીંગણમાં પણ થોડાં પ્રમાણમાં ફલેવોનોઇડ્સ છે. અર્જુનની છાલમાં હજારો
મિ.ગ્રા. ફલેવોનોઇડ્સ રહેલું છે જે માણસને રોગોથી બચાવવા ઉપયોગી થઇ શકે.
(૨)
વિટામિન 'ઇ (ટોકોફેરોલ) ખાદ્યાન્ન, તેલીબિયાં અને નટ્સ (અખરોટ, બદામ
વગેરે)માંથી પુષ્કળ પ્રમાણમાં મળે છે. વિટામિન 'સી આંબળાં, ફણગાવેલાં કઠોળ,
સંતરાં - મોસંબી જામફળ વગેરેમાંથી પુષ્કળ પ્રમાણમાં મળે છે.
(૩)
જુદા જુદા અનેક અભ્યાસોથી એવું જાણવા મળ્યું છે કે કુદરતી સ્વરૂપમાં જ્યારે
કેરોટિન અને એની જેવા ગુણધર્મો ધરાવતાં તત્વો (કેરોટિનોઇડ્સ)નું સેવન
વધારવામાં આવે છે ત્યારે કેન્સર થવાની શક્યતા ૩૦ થી ૭૦ ટકા જેટલી ઓછી થઇ
જાય છે. બીટા કેરોટિન ગાજર, પપૈયાં, કેરી, લીલી ભાજીઓ વગેરેમાંથી પુષ્કળ
પ્રમાણમાં મળે છે. ટમેટામાં રહેલ લાઇકોપીન બીજા અનેક ફાયદા કરવા ઉપરાંત
પ્રોસ્ટેટ કેન્સરની શક્યતા ઘટાડે છે.
(૪) સેલેનિયમ અને ઝીંક જેવાં
ખનિજ તતત્વો ખાદ્યાન્નમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે. કોપર (તાંબુ) મશરૂમ,
નટ્સ (કાજુ-બદામ) વગેરેમાંથી મળે છે. જયારે લોહતતત્વ લીલી ભાજીઓ, કાળાતલ,
કાળી દ્રાક્ષ, ખજૂર વગેરેમાંથી પુષ્કળ પ્રમાણમાં મળે છે.
ખાદ્ય-પદાર્થમાં ફલેવોનોઇડ્સ
પદાર્થ
(૧૦૦ ગ્રામ)
|
ફીનોલીક કમ્પાઉન્ડ (મિ.ગ્રા)
|
ફલેવો-
નોઇડ્સ
(મિ.ગ્રા)
|
પદાર્થ
(૧૦૦ ગ્રામ)
|
ફીનોલીક કમ્પાઉન્ડ (મિ.ગ્રા)
|
ફલેવો-
નોઇડ્સ
(મિ.ગ્રા)
|
અર્જુનની છાલ
|
૧૯,૭૭૬
|
૫,૬૯૮
|
જામફળ
|
૨,૭૯૬
|
૨૨૨
|
તજ
|
૫,૪૨૮
|
૧,૯૧૪
|
રાઇ
|
૬૭૪
|
૧૪૫
|
લાલ મરચું(ભૂકો)
|
૧,૬૨૫
|
૧,૩૦૨
|
મેથી(દાણા)
|
૫૧૮
|
૧૦૩
|
હળદર
|
૬,૨૨૩
|
૪૮૭
|
જીરું
|
૧,૫૩૬
|
૭૬
|
લવિંગ
|
૫૫૮
|
૨૯૫
|
એલચી
|
૪૨૯
|
૬૯
|
સફરજન
|
૩૮૧
|
૨૫૧
|
અજમો
|
૫,૫૮૬
|
૬૪
|
આંબળાં
|
૯,૭૯૯
|
૫૪
|
|
|
|
ખાદ્ય પદાર્થ
(સો ગ્રામ)
|
એન્ટિ ઓકિસડન્ટ શક્તિ
(ઓરેક એકમ)
|
ખાદ્ય પદાર્થ
(સો ગ્રામ)
|
એન્ટિ ઓકિસડન્ટ શક્તિ (ઓરેક એકમ)
|
પ્લમ સૂકવણી (પ્રૂન)
|
૪૮૦૮.૩
|
મકાઇ
|
૩૩૫
|
કિસમિસ
|
૨૩૫૮.૩
|
ફલાવર
|
૩૧૪.૨
|
બ્લ્યૂ-બેરી
|
૧૮૬૧.૭
|
વટાણા
|
૩૦૩.૩
|
બ્લેક બેરી
|
૧૬૯૬.૭
|
બટાટા
|
૨૬૦.૮
|
લસણ
|
૧૬૧૫.૮
|
સકકરિયાં
|
૨૫૦.૮
|
સ્ટ્રોબેરી
|
૧૨૮૦
|
કોબી
|
૨૪૮.૩
|
પાલખ
|
૧૦૧૦
|
કેળાં
|
૧૮૪.૨
|
રાસબરી
|
૧૦૨૨.૫
|
સફરજન
|
૧૮૧.૭
|
પ્લમ
|
૭૯૦.૮
|
ગાજર
|
૧૭૨.૫
|
બીટ
|
૭૦૦.૮
|
ટમેટાં
|
૧૫૭.૫
|
સંતરાં
|
૬૨૫
|
જરદાળુ
|
૧૩૬.૭
|
ચેરી
|
૫૫૮.૩
|
પીચ
|
૧૩૧.૭
|
ગ્રેપફ્રૂટ
|
૪૦૨.૫
|
તડબૂચ
|
૮૬.૭
|
કાંદા
|
૩૭૪.૨
|
કાકડી
|
૪૫
|
આંબળા, જામફળ, સફરજન, સ્ટ્રોબેરી વગેરે ફળોમાં રહેલાં ફાઇટો-કેમિકલ્સ અને
ફલેવેનોઇડ્સ, એન્ટિ-ઓકિસડન્ટ તરીકે કામ કરે છે. સો ગ્રામ કિસમિસમા ૨૮૦૦
ઓરેક એકમ જેટલી એન્ટિ-ઓકિસડન્ટ જેટલી શક્તિ હોય છે, જે સૌથી વધુ ઓરેક એકમ
ધરાવતાં ખાદ્ય પદાર્થની યાદીમાં બીજા નંબરનું સ્થાન ભોગવે છે. કિસમિસમાં
કેટેચીન અને કવેરસેટીન જેવાં એન્ટિ-ઓકિસડન્ટની હાજરીથી ફાયદો થાય છે. સો
ગ્રામ સૂકાં અંજીરમાં ૧૦૦૦ મિ.ગ્રા. પોલીફીનોલ હોય છે જે અન્ય સામાન્ય માણસ
દ્વારા દૈનિક વપરાશનાં બાર ફળો અથવા એકવીસ શાકભાજીમાંથી મળતા કુલ
પોલીફીનોલ કરતાં પણ વધુ હોય છે.
લીલાં
તાજાં (કાચાં) શાકભાજી વિટામિનો અને એન્ટિ-ઓકિસડન્ટ તતત્વોથી ભરપૂર હોય છે
જે શરીરને કેન્સર સહિતના અનેક રોગો સામે રક્ષણ આપે છે. માંસાહારીની
સરખામણી શાકાહારી વ્યક્તિઓમાં કેન્સર થવાની શકયતાઓ ખૂબ ઓછી હોય છે.
ગાજરમાંથી મળતાં આલ્ફા અને બીટાકેરોટિન; મકાઇ, પીળાં ફળો અને લીલી
ભાજીમાંથી મળતાં લ્યુટિન, ઝીઆઝેન્થીન વગેરે; મરચામાંથી મળતાં
ક્રીપ્ટોઝેન્થીન; અને ટમેટાંમાંથી મળતાં લાઇકોપીન એ 'કેરોટિનોઇડ્સ તરીકે
ઓળખાતાં જાણીતાં ખોરાકના ઉદાહરણ છે. ભારતમાં સરેરાશ માત્ર ૨.૮ મિ.ગ્રા.
જેટલું કેરોટિન જ ભારતીય વ્યક્તિના પેટમાં જાય છે. રોજનું ઓછામાં આછું છ
મિ.ગ્રા. જેટલું અને શક્ય હોય તો ૧૦ થી ૩૦ મિ.ગ્રા. જેટલું કેરોટિનોઈડ
શરીરમાં જાય તો વધુ ફાયદો થાય છે. ટૂંકમાં, આપણા દૈનિક ખોરાકમાં પીળાં -
કેસરી રંગના ફળો તથા લીલી ભાજીઓ અને ટમેટાં - ગાજર જેવા ખોરાકનું પ્રમાણ
વધારવું ખૂબ જરૂરી છે. કુદરતી ખોરાકનો સ્વાદ માણો અને રોગોથી છૂટકારો
મેળવો.
અનાજના
આખા દાણાઓ એન્ટિ-ઓકિસડન્ટ તતત્વો, વિટામિન, રેસા અને ખનીજ પૂરા પાડવા માટે
ખૂબ અગત્યના સ્રોત છે. અનાજમાં એન્ટિ-ઓકિસડન્ટ તરીકે ફેસલીક એસિડ, કેફીક
એસિડ અને ફાઇટીક એસિડ હોય છે. મોટાભાગના અનાજમાં દાણાના બહારના ભાગમાં
મોટાભાગનાં ઉપયોગી તતત્વો હોય છે. દાણાને પોલિશ કરવાથી, રિફાઇન્ડ કરવાથી કે
લોટનું થૂલું ફેંકી દેવાથી બહારના પડમાં રહેલાં આ ખૂબ ઉપયોગી પોષક તતત્વો
નાશ પામે છે.
બધાં
કઠોળમાં સારા એવા પ્રમાણમાં એન્ટિ-ઓકિસડન્ટ તતત્વો, વિટામિન, રેસા અને
ખનીજ હોય છે. સોયાબીન બધાં કઠોળમાં સૌથી વધુ પ્રોટીન અને એન્ટિ-ઓકિસડન્ટ
તતત્વો ધરાવે છે. આઇસોફલેવેનોઇડ જેનીસ્ટીન, આઇસો ફલેવોન, ટોકોફેરોલ વગેરે
અનેક ઉપયોગી તતત્વો સોયાબીનમાં જોવા મળે છે. ફાઇટો-ઇસ્ટ્રોજનની હાજરીને
કારણે સોયાબીનનો નિયમિત વપરાશ કરનાર સ્ત્રીઓમાં સ્તન કેન્સર, હ્રદયરોગ અને
હાડકાં નબળાં પડવાની તકલીફ નોંધપાત્ર પ્રમાણમાં ઘટે છે.
રાયડા
અને સરસવનાં બીયામાં ફીનોલીક તતત્વો હોય છે અને એમાં ખૂબ સારા
એન્ટિ-ઓકિસડન્ટ ગુણો હોય છે. તલનું તેલ બીજાં બધાં તેલો કરતાં ઓછું
ઓકિસડેશન પામે એવું સ્થાયી (સ્ટેબલ) હોય છે. તલના તેલમાં રહેલ સીસેમોલને
કારણે આ એન્ટિ-ઓકિસડન્ટ ગુણ આવે છે.
કાંદા અને ગાજર આ બે કંદમૂળ એન્ટિ-ઓકિસડન્ટ તતત્વોથી ભરપૂર છે. લાલ
કાંદામાં ફલેવોનોલ નામના એન્ટિ ઓકિસડન્ટનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આ
ઉપરાંત લાલ કાંદાના બહારનાં પડોમાં કવેરસેટીન નામનું અન્ય એન્ટિ-ઓકિસડન્ટ
તતત્વ પણ આવેલ હોય છે. આ જ રીતે ગાજરમાં બીટાકેરોટિન ભરપૂર પ્રમાણમાં હોય
છે જે કેન્સર અને અન્ય રોગોથી બચાવવામાં અગત્યનો ફાળો આપે છે. લસણ, આદુ,
સકકરિયાં વગેરે કંદમૂળ પણ એન્ટિ-ઓકિસડન્ટ તતત્વોના અગત્યના સ્રોત છે.
મરી-મસાલાઓનો
ઉપયોગ માત્ર સ્વાદ કે સોડમ માટે જ થાય છે એવું નથી, એમાંથી પણ અગત્યના
એન્ટિ-ઓકિસડન્ટ તતત્વો મળ્યા કરે છે. કાળાં મરી, લવિંગ, હળદર વગેરે અનેક
મસાલાઓમાંથી જરૂરી એન્ટિ-ઓકિસડન્ટ તતત્વો મળે છે.
કેટલાંક એન્ટિ-ઓકિસડન્ટ તતત્વોની તૈયાર કેપ્સ્યૂલ પણ આવે છે, પરંતુ દવા
તરીકે એન્ટિ-ઓકિસડન્ટ તતત્વો લેવાને બદલે ખોરાક સ્વરૂપે લેવાથી ખોરાકના
રેસા, સ્વાદ, સંતોષ અને અન્ય વણ ઓળખાયેલ તતત્વોનો પણ લાભ મળે છે. એટલે જ
વિટામિન કે એન્ટિ-ઓકિસડન્ટ તતત્વની દવા લેવાને બદલે રેજિંદા ખોરાકમાં ફળો -
શાકભાજી - કઠોળનો ભરપૂર ઉપયોગ કરવાથી એક સાથે અનેક રોગોથી બચી શકાય અને
ઘડપણને દૂર રાખી શકાય છે.