સ્વસ્થ આહાર

5. પ્રોટીન

પ્રોટીન એટલે કાર્બન, હાઇડ્રોજન, ઓકિસજન અને નાઇટ્રોજન ભેગાં થઇને બનતું અતિ-આવશ્યક રસાયણ. પ્રોટીનના મૂળ ઘટક એમિનો એસિડ કહેવાય છે. પ્રોટીન શરીરના જુદા જુદા કોષોના બંધારણ માટે જરૂરી કાચો માલ પૂરો પાડે છે. શરીરના કોષની દિવાલો તથા કોષરસની અંદરની સંરચનાઓના બંધારણમાં પ્રોટીન ખૂબ જરૂરી છે. આ ઉપરાંત ઘણાં ઉત્સેચકો અને અંત:સ્રાવો પ્રોટીનના બનેલા હોય છે. રોગપ્રતિકારક તંત્રના અણમોલ શસ્ત્ર જેવા એન્ટિબોડી પણ પ્રોટીનના જ બનેલા હોય છે.

    1. પ્રોટીનનું પાચન

    2. ખોરાકમાં પ્રોટીન

    3. રોગોમાં પ્રોટીન