સ્વસ્થ આહાર

12. વિનિમય યોજના (એકસચેન્જ સિસ્ટમ) માટેના ખોરાક-જૂથોના એકમ

ખોરાક-જૂથ ના એકમ

ગ્રામ/ એકમ

કિ.કેલરી /એકમ

કાર્બોહાઇડ્રેટ (ગ્રામ)/એકમ

પ્રોટીન(ગ્રામ) /એકમ

ચરબી(ગ્રામ) / એકમ

અનાજ

૨૦

૭૦

૧૫

૦.૪

કઠોળ

૨૦

૭૦

૧૩

૦.૪

ભાજી

૧૦૦

૪૫

૦.૬

શાક

૧૦૦

૩૦

૦.૩

કંદમૂળ/ દાણા

૧૦૦

૮૦

૧૬

૦.૨

ફળ

૧૦૦

૪૦

૧૭

૦.૪

દૂધ

૫૦

૪૦

તેલ-ઘી

૪૫

ખાંડ-ગોળ

૨૦

આ કોષ્ટકમાં નવ જુદા જુદા ખોરાકના એકમમાં રહેલા ખાદ્ય-પદાર્થનો આશરે અંદાજ આપ્યો છે. અનાજનું એક એકમ ૨૦ ગ્રામનું હોય તો એમાંથી ૭૦ કિ.કેલરી ; ૧૫ ગ્રામ કાર્બોહાઇડ્રેટ ; ૨ ગ્રામ પ્રોટીન અને ૦.૪ ગ્રામ ચરબી મળે. એક રોટલી કે ખાખરો કે બ્રેડ વગેરે લગભગ આ એક એકમ બરાબર થાય છે. એટલે જયારે દિવસ દરમ્યાન ૧૫ એકમ અનાજનાં લેવાનાં હોય ત્યારે અનાજના એકમ તરીકે નીચેની યાદીમાં આપેલ કોઇ પણ ચીજ ખોરાકમાં લઇ શકાય છે. આ જ રીતે દરેક ખોરાક-જૂથમાં એકબીજાને બદલે લઇ શકાય એવા વિનિમય-એકમોેની યાદી અહીં આપી છે. છેલ્લે કોષ્ટકમાં, દરેક તંદુરસ્ત સ્ત્રી-પુરૂષે રોજ કયા ખોરાક-જૂથમાંથી કેટલા એકમ ખાવા જોઇએ તેનું કોષ્ટક આપેલ છે. દા.ત. બેઠાડું સ્ત્રીએ રોજ ૯ એકમ અનાજનાં; ૩ એકમ દાળ-કઠોળનાં; ૧-૧ એકમ ભાજી, શાક, કંદમૂળ, ફળ વગેરેનાં; ૪ એકમ તેલ-ઘીનાં; ૪ એકમ ખાંડ-ગોળનાં અને ૨ એકમ દૂધનાં લેવા જોઇએ. આ એકમમાં કયો ખાદ્ય-પદાર્થ લેવો એ વ્યક્તિ જાતે નિર્ણય લઇ શકે છે. જયારે વજન ઓછું કરવાની જરૂર હોય ત્યારે તેલ-ઘી અને અનાજના એકમમાં મુખ્યતત્વે ઘટાડો કરવો પડે છે.

    1. અનાજના એકમ

    2. દાળ-કઠોળના એકમ

    3. ભાજીના એકમ

    4. શાકના એકમ

    5. કંદમૂળ-દાણાના એકમ

    6. દૂધ અને દૂધની બનાવટો (દહીં, પનીર વગેરે)ના એકમ

    7. ગોળ-ખાંડના એકમ

    8. તેલ-ઘીના એકમ

    9. ફળના એકમ