સપ્રમાણ વજન

9. પેટ પાસે જમા થયેલ ચરબી ઘટાડવા કઇ કસરત કે આસન કરવા?

પેટની આસપાસ જમા થયેલ ચરબી સ્વાસ્થ્ય માટે સૌથી વઘુ ખતરનાક ગણાય છે. પેટની ચરબી ઘટાડવી એ સ્વાસ્થ્ય અને સૌંદર્ય બને માટે ખૂબ અગત્યનું છે. પેટની ચરબી ઘટાડવા માટે સૌથી પહેલાં તો શરીરનું વધારાનુ વજન ઘટાડવૂં જરૂરી છે. વજન અને ચરબી ઘટાડવા માટે નિયમિત ૪૫ મિનિટ કસરત અને ખાવામાંસંયમ રાખવો જરૂરી છે. કુલ વજન ઘટવાથી આપોઆપ પેટની આસપાસની ચરબી પણ ઘટવા જ મંડે છે.

જો શરીરનું કુલ વજન ઘટવા છતાં પેટની ચરબીમાં નોંધપાત્ર ફરક ન પડેઅથવા પહેલેથી જ વજન નોર્મલ હોવા છતાં પેટનો ઘેરાવો વઘ્યા કરતો હોય તો પેટની ચરબી માટેની ખાસ કસરતો પર વિશેષ ઘ્યાન આપવું પડે છે.

પેટની આસપાસ જમા થયેલ ચરબીને ઘટાડવા માટે પેટના સ્નાયુઓની કસરતો અને આસનો કરવાં જરૂરી છે. પેટના સ્નાયુઓ પેટના અવયવોને આઘાર અને રક્ષણ આપવાનું કામ કરે છે. પેટના સ્નાયુઓની નિયમિત કસરત ત્યાં ચરબીનો ભરાવો થવો અટકાવી શકે છે. અલબત આ બધી કસરતો વજન અને ચરબી ઘટાડવાના અન્ય પ્રયત્નો (દા.ત. ખોરાકની કાળજી અને ચાલવાની કે અન્ય એરોબિકસ કસરત) ની સાથેસાથે કરવી જરૂરી છે. માત્ર આ પેટના સ્નાયુઓની કસરત કર્યા કરો અને ખોરાક તથા ચાલવા પ્ર્રત્યે બેદરકાર રહો તો ખાસ કોઇ ફાયદો થશે નહી. બીજુ, કોઇ પણ પ્રકારની બિમારી હોય તો ડોકટરની સલાહ મુજબ કસરત કરવી હિતાવહ છે. દરેક માણસનું શરીર કસરતને જુદા જુદા પ્રકારના પ્રતિભાવો આપે છે, એટલે કસરત કરતી વખતે કોઇ જગ્યાએ દુ:ખાવો થવો ન જોઇએ. જયારે કસરત કરતાં દૂ:ખાવો થાય તો ત્યારે અટકી જઇને ડોકટરની સલાહ લેવી જરૂરી છે.

પેટની ચરબી ઉતારવા માટે નીચેની કસરતો કરી શકાય:-

    1. વોર્મઅપ

    2. સુતાં સુતાં સીટ અપ્સ

    3. સુર્યનમસ્કાર

    4. બેઠાં બેઠાં કરવાના આસનો

    5. ચત્તા સુઇને કરવાના આસનો

    6. ઉંધા સુઇને કરવાના આસનો