સપ્રમાણ વજન

4. વધુ વજનથી શું નુકસાન થાય?

ઘણા લોકોને એ વાત સમજાતી જ નથી હોતી કે શરીરનું વજન જરૂર કરતાં વધુ હોય તો શરીરને નુકસાન થાય છે. ઘણીવાર કુટુંબીજન કે ફેમિલી ડોકટર વજન ઓછું કરવાની સલાહ આપે, તે પણ વજન વધવાની શરૂઆત હોય ત્યારે, મોટાભાગના લોકો ધ્યાન પર નથી લેતા. પરંતુ જ્યારે વધુ પડતા વજનના સીધા કે આડકતરા પરિણામ સ્વરૂપે કોઇ રોગનો ભોગ બને ત્યારે જ ઘણા લોકોને મેદવૃદ્ધિ એ એક રોગ છે એવું સમજાય છે. પશ્ચિમના દેશોમાં થયેલ અનેક અભ્યાસો પરથી તારણ નીકળ્યું છે કે જો આદર્શ વજન કરતાં ૨૦ ટકાથી વધુ વજન કોઇ વ્યક્તિનું હોય તો એની જીવનરેખા સરેરાશ વ્યક્તિથી ટૂંકી થવા લાગે છે અને જેમ વજન વધારે એમ મૃત્યુ જલ્દી આવે. મૃત્યુ જ નહીં, અનેક રોગો નોતરવા માટે પણ મેદવૃદ્ધિ જ કારણભૂત હોય છે. જાડા લોકોમાં જોવા મળતા કેટલાક સામાન્ય રોગોની ચર્ચા અહીં કરી છે.

    1. ડાયાબિટીસ (મધુપ્રમેહ)

    2. હાઇબ્લડપ્રેશર

    3. એથેરોસ્ક્લેરોસીસ અને હ્રદયરોગ

    4. શ્વાસોશ્વાસમાં તકલીફો

    5. આર્થ્રાઇટીસ (વા)

    6. ગોલબ્લેડરની પથરી

    7. કેન્સર

    8. વેરીકોઝ વેઇન

    9. હર્નિયા

    10. માનસિક પરિવર્તનો

    11. પેટનો ઘેરાવો જેટલો વધુ એટલી બિમારી થવાની શક્યતા વધારે