સપ્રમાણ વજન

14. ઓછી ચરબી અને ઓછી કેલરી ધરાવતી પોષ્ટિક વાનગીઓ

અહીં માત્ર સમજણ અને જાણકારી માટે કેટલીક નમુનારૂપ વાનગીઓ, એ બનાવવાની રીત સાથે, આપી છે. જાડાપણું, હ્રદયરોગ, હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ અને બીજા અનેક રોગો ન થાય એ માટે અને થઇ ગયા હોય તો કાબૂમાં રહે એ માટે ઓછી ચરબી અને ઓછી કેલરી વાળો ખોરાક લેવો જરૂરી છે. સ્વાદપ્રિય લોકો માટે ઘણી વખત ઓછી ચરબી ધરાવતી વાનગી શોધવી મુશ્કેલ હોય છે. ખાવાનો સ્વાદ અને રૂચિ જળવાઇ રહે અને તે છતાં ખોરાક સ્વાસ્થ્યપ્રદ રહે તે દરેક માટે જરૂરી છે. આવી વાનગીઓની આ નમુનારૂપ યાદી બનાવવાનો પ્રસ્તુત પ્રયાસ દર્દીઓને ઉપયોગી થશે. દરેક વાનગીમાંથી કેટલી કેલરી, ચરબી અને રેસા મળશે એ પણ સાથે જ આપેલ છે.- કુ.કૈરવી શાહ (આહાર નિષ્ણાત)

ઘરગથ્થુ માપ - તોલ

ખાદ્ય પદાર્થ વજન (એક ચમચી)
વરીયાળી
હીંગ
જીરૂ
મેથી
રાઇ ૧૦
મીઠુ ૧૨
સોડા ૧૦
હળદર
ખાદ્ય પદાર્થ ૧ વાટકી (૧૫૦ મિ.લી) ૧ વાટકી (૨૦૦ મિ.લી)
ઘઉંનો લોટ ૯૦ ગ્રામ ૧૩૦ ગ્રામ
મેંદો ૮૦ ગ્રામ ૧૦૦ ગ્રામ
ચોખા ૧૫૦ ગ્રામ ૧૬૫ ગ્રામ
પૌંવા ૪૦ ગ્રામ ૫૫ ગ્રામ
મમરા ૨૦ ગ્રામ ૨૫ ગ્રામ
કાબુલી ચણા ૧૩૦ ગ્રામ ૧૬૦ ગ્રામ
મગ કે દાળ ૧૪૦ ગ્રામ ૧૮૦ ગ્રામ
ચણા દાળ ૧૩૦ ગ્રામ ૧૬૦ ગ્રામ
અડદની દાળ ૧૩૦ ગ્રામ ૧૭૫ ગ્રામ
સીંગ ૧૧૦ ગ્રામ ૧૪૦ ગ્રામ
ખાંડ ૧૪૦ ગ્રામ ૧૮૫ ગ્રામ
બુરુ ખાંડ ૮૫ ગ્રામ ૧૧૦ ગ્રામ
દૂધ ૧૫૦ ગ્રામ ૨૦૦ ગ્રામ

    ♥ કચુંબર (સલાડ)

    ♥ સૂપ

    ♥ ચટણી

    ♥નાસ્તો-ફરસાણ

    ♥મીઠાઇ