આ એપમાં તમારુ બ્લડ સુગર અને સરેરાશ સુગર HbA1c (ગ્લાઇકોસીલેટેડ હીમોગ્લોબીન) તારીખવાર નોંધવા ઉપરાંત એનો વધઘટનો ચાર્ટ પણ આપોઆપ દેખાશે. તમારૂં બ્લડ સુગર અને સરેરાશ સુગર, તમારા મોબાઇલ કે કોમ્યુટરમાં જ સચવાશે, જેથી ઓફલાઇન (ઈંટરનેટના કનેક્શન વગર જ) આ અેપ વાપરી શકાશે. એન્ડ્રોઇડ સિવાયનાં ફોન કે કોમ્પ્યુટર માટે http://healthy100.in/marodiabetes પરથી આ જ પ્રોગ્રામ વાપરી શકાશે. માત્ર સુગરની નોંધ અને ચાર્ટ જ નહીં પણ સુગર ઘટાડવાની પદ્ઘતિ અને સુગર વધવાનાં કારણો અંગેની વીસ્તૃત માહિતિ પણ અહિં થી મળશે.