ડાયાબિટીસ

અનુક્રમણિકા

9. ગ્લુકોઝની મોટી વધઘટને કારણે ઉદભવતી બેભાનાવસ્થા(ડાયાબીટીક કોમા)

ડાયાબિટીસના દર્દીમાં જયારે લોહીમાં રહેલ ગ્લુકોઝ (શુગર) ની મોટી વધઘટ થાય ત્યારે દર્દી બેહોશ થઇ જાય એવું બનતું હોય છે. લોહીમાંથી શુગર ઘટી જવાની સ્થિતિ 'હાઇપોગ્લાઇસેમીયા' તરીકે ઓળખાય છે. જયારે લોહીમાં ગ્લુકોઝ વધી જવાની સ્થિતિ 'હાઇપરગ્લાઇસેમીયા' તરીકે ઓળખાય છે. સામાન્ય વપરાશમાં 'હાઇપોગ્લાઇસેમીયા' માટે 'શુગર લો (ઓછી) થઇ ગઇ છે' એવું કહેવાય છે. બાળપણના (ઇન્સ્યુલિન-આધારિત) ડાયાબિટીસમાં શુગર વધી જવાથી 'ડાયાબીટીક કીટોએસિડોસીસ' નામની ગંભીર તકલીફ થઇ શકે છે. પુખ્તવયના (ઇન્સ્યુલિન-બિનઆધારિત) ડાયાબિટીસમાં શુગર વધી જવાથી 'હાઇપરઓસ્મોલર કોમા' તરીકે ઓળખાતી ગંભીર સ્થિતિ ઉદભવે છે. ગ્લુકોઝની મોટી વધઘટને કારણે ઉદભવતી આ ગંભીર બીમારીઓને વિગતે સમજી લેવી દરેક ડાયાબિટીસના દર્દી માટે આવશ્યક છે.

    ♥ હાઇપોગ્લાઇસેમીયા (લોહીમાં શુગર / ગ્લુકોઝનું ઘટી જવું)

    ♥ ડાયાબીટીક કીટોએસિડોસીસ

    ♥ હાઇપર-ઓસ્મોલર કોમા